તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકાર્પણ:વાંસદાના નવતાડમાં 80 લાખના ખર્ચે બનેલું વનિલ ઇકો ડેન ઇકો ટુરિઝમ સેન્ટર ખુલ્લુ મુકાયું

વાંસદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેસ્ટ હટ, ગાર્ડન, બટરફલાય ઝોન, એડવેન્ચર એકટીવીટી ઝોન વગેરે યુનિટ

ગુજરાત સરકારના વન વકાસ નિગમ દ્વારા વાંસદા તાલુકાના નવતાડમાં 1980થી 72 એકર જંગલમાંથી વન વિભાગ દ્વારા સાગી લાકડામાંથી ફર્નિચર બનાવવાનો ઉદ્યોગ કાર્યરત છે. આ કુદરતી વનસંપદા અને અસ્કયામતોને પ્રવાસીઓની સુવિધાને અનુરૂપ બનાવવા 80 લાખના ખર્ચે વનિલ ઇકો ડેન-ઇકો ટુરિઝમ વિકસાવવામાં આવ્યું છે. જેમાં ધન્વંતરી ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, સહયાદ્રી કક્ષ, ટ્રાયબલ ઝોન, હર્બલ ઝોન, એડવેન્ચર એકટીવિટી ઝોન, બામ્બુ ઝોન, વાઈલ્ડ લાઈફ ઝોન, ઇકો કોટેઝીઝ, ફર્નિચર મેકીંગ યુનિટ ઉપરાંત પ્રવાસીઓ જંગલ વિસ્તારનાં ટ્રેક પર સાઈકલિંગનો આનંદ મેળવી શકાશે.

આ ઉપરાંત રહેવા તથા બર્થડે પાર્ટી કે મેરેજ હોલની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સાપુતારા અને ડાંગમાં જતા પ્રવાસીઓને બહોળા પ્રમાણમાં લાભ મળી રહેશે. મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, માનવજીવન વૃક્ષો આધારિત છે. રાજય સરકાર આ વર્ષે 10.10 કરોડ રોપાનું વાવેતર-વિતરણ કરશે. વૃક્ષો એ માનવસૃષ્ટિનો આધાર છે. આપણે સૌ પર્યાવરણનું જતન કરીએ. કલીન ગુજરાત ગ્રીન ગુજરાતના સ્વપ્નને સાકાર કરીએ. મંત્રીએ આ પ્રસંગે વધુમાં જણાવ્યું હતું કે, વનિલ ઉદ્યોગ 72 હેકટરમાં પથરાયેલું છે. 80 લાખના ખર્ચે વનિલ ઇકો ડેન ઇકો ટુરિઝમ સહેલાણીઓ માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે.

પ્રવાસીઓ માટે વિવિધ ઝોન તૈયાર કરાયા છે. જેમ કે, રેસ્ટ હટ, ધન્વન્તરી ગાર્ડન, બટરફલાય ઝોન, સહયાટદ્રિ કક્ષ, ટ્રાયબલ ઝોન, હર્બલ ઝોન, એડવેન્ચર એકટીવીટી ઝોન, વાઇલ્ડ લાઇફ ઝોન, બોગનવેલ ઝોન, બાંબુ ઝોન, મેડીસીનલ પ્લાન્ટ નર્સરી, વાઇલ્ડરનેસ ઝોન, ઇકો કોટેઝીઝ તેમજ ફર્નિચર મેકિંગ યુનિટનો સમાવેશ થાય છે. આ પ્રસંગે અગ્રણી અશોકભાઇ ધોરાજીયા, શાસક પક્ષના નેતા શિવેન્દ્રસિંહ સોલંકી, ગુજરાત રાજય વન વિકાસ નિગમ મેનેજીંગ ડાયરેકટર એસ.કે.ચતુર્વેદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ડીયર બ્રિડીંગ સેન્ટરની વનમંત્રીએ મુલાકાત લીધી
રાજયના આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાએ નવસારી જિલ્લા ના વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ડીયર બ્રિડીંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજય સરકાર વિકાસની સાથોસાથ પર્યાવરણ જાળવણી અને વનવિકાસ માટે પ્રતિબદ્ધ છે. માનવ વિકાસ સાથોસાથ વન્યજીવોના રક્ષણ માટે રાજય સરકાર કામ કરી રહી છે. આ પ્રસંગે વન મંત્રીએ ડીયર બ્રિડીંગ સેન્ટરની મુલાકાત લઇ સૂચનો તથા માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...