ઉજવણી:વાંસદામાં 598 લાભાર્થીને 82.36 લાખની વિવિધ સહાય અપાઈ

વાંસદા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાંસદા તાલુકાના મોટીભમતી એગ્રીમોલમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સામાજીક ન્યાય અને અધિકારીતાના મંત્રી ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા કલેકટર અમિત યાદવ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ, તાલુકા ભાજપ પ્રમુખ મણિલાલ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શાતુંભાઈ ગાવિત, જિલ્લા ઉપપ્રમુખ સુમિત્રાબેન, કારોબારી અધ્યક્ષ રસિક ટાંક, શાસક પક્ષના નેતા શિવેન્દ્રસિંહ સોલંકી સહિત સરપંચો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આદિવાસી સમાજના રૂઢિગત કનસરી માતા, બિરસા મુંડા તથા ભારત માતાનું પૂજન કરાયું હતું.

મહેમાનોનો આવકાર સ્વાગત પ્રવચન પ્રાયોજના વહીવટદાર એમ.એલ.નલવાયાએ કર્યું હતું. આ પ્રસંગે મંત્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે મૂળ નિવાસી આદિવાસી સમાજને હક અને અન્ય સમાજની હરોળમાં આદિવાસી સમાજને લાવવા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આદિજાતિ વિકાસ માટે અનેક યોજના મૂકી છે.

આ પ્રસંગે માનવ ગરિમાં યોજના હેઠળ રૂ. 2.79 લાખના ખર્ચે 22 લાભાર્થીઓને માનવ ગરીમા કીટ અને એફ.આર.એ.યોજના હેઠળ 34 લાભાર્થીને 7/12ની નકલ તથા વનધન યોજના હેઠળ એસ.એચ.જી. ગ્રુપને 24.99 લાખના ચેક, આવાસ માટે 15 લાભાર્થીને 18 લાખના ચેક, સિકલસેલ માટે 5.04 લાખ 168 લાભાર્થીઓ માટે ટી.બી.માટે રૂપિયા 0.52 લાખ 105 લાભાર્થી માટે સહાય, કુંવરબાઈના મામેરા હેઠળ 4.80 લાખ 40 લાભાર્થીઓ માટે સહાય

હળપતિ જાતિના દુધાળા પશુ માટે 2.72 લાખ લાભાર્થીઓને સહાય, આદિમજૂથના પરિવારો માટે દુધાળા પશુ માટે 18.49 લાખ 34 લાભાર્થીને સહાય, બેટરીવાળા પમ્પ માટે 2.02 લાખની સહાય 50 લાભાર્થીને, ફ્ળાઉ ઝાડના રોપા માટે 0.30 લાખની સહાય 30 લાભાર્થીને, વેલાવાળા મંડપ યોજના માટે 2.91 લાખ 20 લાભાર્થી માટે આમ વાંસદા તાલુકામાં કુલ રૂ. 82.36 લાખની 598 લાભાર્થીઓને સહાય આપવામાં આવી હતી.