વાંસદા તાલુકામાં પોસ્ટ ખાતાની સુકન્યા સમૃદ્ધિ યોજનાની મિટિંગમાં તાલુકાના જુદા જુદા ગામોની કે જેમના પરિવારની પરિસ્થિતિ આર્થિક રીતે નબળી જણાતા 200 દીકરીના ખાતા ખોલાવી દરેકના ખાતામાં રૂ. 250 ભરી વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ દ્વારા પહેલ કરવામાં આવી હતી.
ભારત સરકારની યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના જેની મિટિંગ વાંસદામાં રાખવામાં આવી હતી. જેમાં વાંસદાના પોસ્ટ માસ્તર તેમજ જગદીશભાઈ નિવૃત્ત કર્મચારી વાંસદા કોંગ્રેસના પ્રમુખ નિકુંજ ગાવિતની હાજરીમાં વાંસદા તાલુકાની 200 જેટલી દીકરીઓ કે જેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય એવી દીકરીના ખાતામાં રૂ. 250 જમા કરાવી તેઓના ખાતા ખોલાવી આપવામાં આવ્યા હતા. જેમાં ઉપસ્થિત ધારાસભ્યએ જણાવ્યું કે, ચૂંટણી દરમિયાન લોકોના શુકનના પૈસા આપવામાં આવ્યા હતા,
જે પૈસા એકત્રિત કરી અને એ પૈસા કોઈ દીકરીને કામ આવે આવું વિચારીને 200 જેટલી દીકરીઓના ખાતા સુકન્યા સમૃદ્ધિ યોજનામાં આપવાનું નક્કી કર્યું હતું. આમ આ સુકન્યા સાથે તેઓના વાલીઓ તથા પોસ્ટ ખાતાના પોસ્ટ માસ્તર, અધિકારીઓ તથા આગેવાનો હાજર રહ્યાં હતા.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુસ્લિમ સમાજના અગ્રણી અબ્બાસભાઈ કોન્ટ્રાક્ટર દ્વારા પણ 50 જેટલી દીકરીના ખાતા ખોલાવી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા હસમુખભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય ચંપાબેન, યોગેશભાઈ, સરપંચ જીતુભાઈ, કમલેશભાઈ, પ્રફુલભાઈ, રુમશીભાઈ, ધનજીભાઈ તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.