તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોંશલો શિખર સર કરવાનો:વાંસદાનો તોરણીયા ડુંગર બન્યો પર્વતારોહણમાં આબુનો વિકલ્પ

વાંસદા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દર શનિ-રવિવારે 5-5 સ્પર્ધકની 3 ટીમને તજજ્ઞો પર્વતારોહણની તાલીમ આપી રહ્યાં છે

ગુજરાત સરકારનાં કમિશનર, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક સાહસિક પ્રવૃત્તિઓ ગાંધીનગર હસ્તક, જિલ્લા યુવા વિકાસ અધિકારી અને રમત ગમત અધિકારીની કચેરી નવસારી દ્વારા વાંસદાના સરા ગામે તોરણીયા ડુંગર ખાતે પર્વતારોહણ બેઝિક તાલીમ અપાઇ રહી છે. પર્વતારોહકો માટે આ ડુંગર માઉન્ટ આબુનો વિકલ્પ બની ગયો છે. દર શનિ-રવિ પાંચ-પાંચ સ્પર્ધકની ત્રણ ટીમને નિષ્ણાંતો પર્વતારોહણની તાલીમ આપી રહ્યા છે.આ બેઝિક તાલીમમાં યુવક અને યુવતીઓ માટે પર્વતારોહણ, ખડક ચઢાણ જેમાં જિલ્લાના ઉત્સાહિ યુવાધન ખુબ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ રહ્યા છે.

વાંસદાના તોરણીયા ડુંગરમાં આવેલ ખડકોની સપાટીએ 30 એન્ગલ રોક ક્લાઈમ્બીકથી 300 ફુટ સુધી રેપ્લીનગ/ ક્લાઈમ્બિગ, બર્માબી્ઝ, મંકી રેપ્લીગ, અમેરીકન સાઇટ રેપ્લીગ, 90( નાઇન્ટી) એન્ગલ રેપ્લીગ અને કલાઈમ્બીગ(100 ફુટ), ઝીપ લાઈનર, ક્રોરકોડાઈલ રોક, ડોમ રોક વગેરે ચાલતી પ્રવૃતિઓનું તાલીમાર્થીઓને માર્ગદર્શન ત્રિલોકનાથ યાદવજીએ વિષય અનુરૂપ રમણીય અને ઐતિહાસીક ધરોહર એવા તોરણીયા ડુંગર વાદળોના વાળામણામાં ઘેરાયેલા અકલ્પનીય અહલાદક વાતાવરણની વિશેષતા જણાવી તાલીમાર્થીઓનુ મનોબળ દ્ઢ બનાવ્યું હતું.

તારીખ 19 ડિસેમ્બર, 2020થી 20 માર્ચ 2021 સુધી દર અઠવાડિયે પ્રતિ શનિવાર-રવિવારના રોજ 5-5 સ્પર્ધકોની 3 ટીમનું આયોજન કરવામાં છે. ઉપરાંત કોવીડ-19 પ્રોટોકોલ પણ ધ્યાનમાં રાખવામાં આવી રહેલ છે. માઉન્ટ આબુ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ સંસ્થા દ્વારા કોચિંગ પામેલા પર્વતારોહણના નિષ્ણાંતો તેમજ તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. યુવાનોમાં રહેલ સુષુપ્ત શક્તિઓનો વિકસિત કરવા અને પર્વતારોહણના કૌશલ્ય વધારવા માટે બેઝીક તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ શિબિરમાં ભાગ લેવા ઈચ્છુક યુવક અને યુવતીઓએ જિલ્લા રમત-ગમત કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી નિશ્ચિત સમયમાં ફોર્મ અરજી કરવાની રહેશે. વિશેષમાં આ પર્વતારોહણ કાર્યક્રમને સફળ કરવા માટે ચોકબોલ એન્ડ પ્લેડ ક્રિકેટ એસોસિએશન મોટીભમતી વાંસદા પ્રેરીત સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તોરણીયા ડુંગર સરા, વાંસદાના આયોજક ડૉ. વિજય પટેલ તેમજ નિષ્ણાંત ટીમોના માધ્યમથી પર્વતારોહણની તાલીમ આપવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો