તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વાંસદા SBIનું ATM ખોટકાતા લોકોને વેઠવી પડતી હાલાકી

વાંસદા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બિયારણ અને ખાતર ખરીદવા સમયે મુશ્કેલી વધી

વાંસદામાં ફરીથી એસબીઆઈ એટીએમ છેલ્લા ચાર-પાંચ દિવસથી બંધ રહેતા શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. વાંસદામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચની બાજુમાં આવેલુ એટીએમ છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં છે. એટીએમ બિયારણ કે ખાતર ખરીદવાના સમયે બંધ રહેતા લોકોના કામ અટવાઈ રહ્યાં છે. છેલ્લા કેટલાય સમયથી અહીં બોર્ડ લગાવાયું છે કે, ફક્ત કેશ જમા થશે, ઉપાડ બંધ છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

લોકોને આ એટીએમ બંધ હોવાને પગલે બીજા એટીએમની શોધખોળમાં સમયનો બગાડ થઈ રહ્યો છે. વળી કામના સમયે નાણાં નહીં નીકળતા હોય તો શું કામનું આ એટીએમ એ મોટો પ્રશ્ન ઉદભવે છે. વહેલી તકે આ બંધ એટીએમ શરૂ થાય એવી લોકમાગ છે.

પૈસા માત્ર જમા થાય છે ઉપાડી નથી શકાતા
મારે ખાતર અને બિયારણની ખરીદી કરવી હતી પરંતુ એસબીઆઈના એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયો તો જમા થશે પણ ઉપાડ થશે નહીં તેવું પાટીયુ મારેલું હતું. > રમણભાઈ પટેલ, ખેડૂત, ખાંભલા

અન્ય સમાચારો પણ છે...