તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વરણી:વાંસદા APMCના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી

વાંસદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેરમેનપદે પુન: ગણપતસિંહ ચૌહાણ બિનહરીફ

વાંસદા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની મંગળવારે મિડ ટર્મ ચૂંટણીમાં ચેરમેન ગણપતસિંહ વલ્લભભાઇ ચૌહાણ અને વાઇસ ચેરમેન ભગુભાઈ મકનભાઈ પટેલની ફરીવાર બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

નાયબ નિયામક અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ નવસારીના ચૌધરીની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ચેરમેનપદે ગણપતસિંહ ચૌહાણની દરખાસ્ત સભ્ય મણિલાલ પટેલે કરી હતી અને તેને લક્ષુભાઈ થોરાટે ટેકો જાહેર કર્યો હતો. વાઇસ ચેરમેન ભગુભાઈ પટેલના નામની દરખાસ્ત ધનસુખભાઈ પટેલ કરી હતી અને અમિતભાઇ પાંચાલે ટેકો જાહેર કર્યો હતો. અન્ય કોઈ દરખાસ્ત રજૂ ન થતા બંને ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત તમામ ડિરેક્ટરો, સહકારી અગ્રણીઓ સહિત સેક્રેટરી હીનેશભાઈ ભાવસારે પણ ચેરમેન અને વાઇસ ચેરમેનને અભિનંદન પાઠવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ મણીલાલ પટેલ, પૂર્વ પ્રમુખ શાંતુભાઈ ગાંવિત, માજી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મહેશભાઈ ગાવિત, ડે. સરપંચ ધર્મેન્દ્રસિંહ સોલંકી સહિત વિવિધ અગ્રણીઓ હાજર રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો