તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વાંસદાની કોટેજ હોસ્પિટલમાં નર્સની ભરતી કરવા તાકીદ

વાંસદા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ માંગણી મુદ્દે પત્ર દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

વાંસદા કોટેજ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ ભરતી કરવા અને સિવિલ હોસ્પિટલના દરજ્જા સાથે 150 બેડથી વધારે પથારી મંજૂર કરવા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખે પત્ર દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. વાંસદા તાલુકાની કોટેજ હોસ્પિટલ ગરીબોના આશીર્વાદ સમાન છે. અહીં ડાંગ જિલ્લા સહિત તાપી અને મહારાષ્ટ્રથી પણ દર્દીઓ ઈલાજ માટે આવતા હોય છે. આ નવનિર્મિત હોસ્પિટલમાં સ્ટાફ નર્સની ઘટ અને સિવિલ હોસ્પિટલનો દરજ્જા સાથે 150 બેડથી વધારે પથારીની મંજૂરી આપવા ભાજપ જિલ્લા કિસાન મોરચાના ઉપપ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે બીલીમોરા, ચીખલીમાં સ્ટાફ નર્સની ભરતી કરવામાં આવી ત્યારે 100 બેડ ધરાવતી હોસ્પિટલમાં 28 નર્સ અને બીલીમોરામાં પણ 100 બેડ ધરાવતી હોસ્પિટલમાં પણ 28 નર્સ, જ્યારે વાંસદા કોટેજ હોસ્પિટલમાં 111 બેડ માટે 30 નર્સની સંખ્યા હોવી જોઈએ તેના બદલે માત્ર 21 નર્સનો સ્ટાફ છે. છેલ્લા 10 વર્ષમાં મહેકમ સામે કોઈ સ્ટાફ વધારાયો નથી. વારંવાર રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ પરિણામ આવતું નથી. હોસ્પિટલમાં ઇન્ડોર દર્દીઓ અને ઓપીડી ખુબજ મોટી સંખ્યામાં કોટેજ હોસ્પિટલમાં આવે છે, કારણ કે ડાંગ જિલ્લા સહિત તાપી અને મહારાષ્ટ્રથી વધુ દર્દીઓ હોય છે.

વહેલી તકે સ્ટાફ નર્સ અને અન્ય સફાઈ કામદારોની ભરતી કરી દર્દીઓને પડતી હાલાકી દૂર કરે અને વાંસદા કોટેજ હોસ્પિટલને સિવિલનો દરજ્જો સાથે 150 બેડથી વધુની મંજૂરી તેમજ બે માળનું બાંધકામ માટે સાંસદ કે.સી.પટેલ કરેલી દરખાસ્તની પણ અત્યારસુધી કોઈ હકારાત્મક જબાબ આવ્યો નથી. નવનિર્મિત હોસ્પિટલમાં લિફ્ટ મુકવામાં આવેલી છે, તેના સંચાલન માટે દિવ્યાં કે ગંગાસ્વરૂપ બહેનોને નોકરી મળે એનું મહેકમ ફાળવવામાં આવે. આ તમામ મુદ્દા ઉપર ગંભીરતા ગણી સત્વરે નિર્ણય લઈ ઘટતું કરવા અપીલ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...