વિરોધ:શ્વેતપત્ર કયા સંજોગોમાં આપવું પડે છે, ભ્રષ્ટાચારમાં કે ? ધારાસભ્યએ જાણી લેવું

વાંસદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આદિજાતિ મહોત્સવમાં ઉમટી પડેલી જનમેદની તથા ખાલી ખુરશીઓ. - Divya Bhaskar
આદિજાતિ મહોત્સવમાં ઉમટી પડેલી જનમેદની તથા ખાલી ખુરશીઓ.
  • આદિજાતિ મહોત્સવમાં લિંક પ્રોજેક્ટનો થઇ રહેલો વિરોધ અને વાંસદા ધારાસભ્ય છવાયા
  • વાંસદા ગાંધી મેદાનમાં મહોત્સનું આયોજન, ભાજપ પ્રદેશ પ્રમુખ મોડા આવતા લોકો અકળાયા

વાંસદામાં 28મો આદિજાતિ મહોત્સવનું જિલ્લા અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવના કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દોઢ કલાક મોડા આવતા લોકોએ કલાકો સુધી રાહ જોવી પડી હતી. આ કાર્યક્રમ 6 કલાકે શરૂ થવાનો હતો તે 7.30 કલાકે શરૂ થયો હતો. આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલે આદિવાસી મહોત્સવ નિમિતે શુભકામના પાઠવી હતી અને ધારાસભ્ય અનંત પટેલે માત્ર વિકાસના કામોનો વિરોધ કર્યો છે.

પાર-તાપી, નર્મદા રિવર લિંક યોજના થકી આદિજાતિ લોકોને પાણીની સુવિધા મળી હોત પરતું વિરોધને લઈ આ યોજના પર ગુજરાતના મુખ્યમંત્રીએ સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરી વિરામ મૂક્યો છે. જેને લઈને આ વિસ્તારના લોકોને આ યોજનાનો લાભ નહીં મળે, કેટલા રસ્તા બન્યાં છે, કોની જમીન ગઇ છે તે મને બતાવે સાપુતારા નવાગામના લોકોને વિસ્થાપિત કર્યા છે, એને અમે પ્લોટ આપ્યા છે. ભાજપ સરકાર આદિવાસીઓની સાથે જ છે કોઈપણ સંજોગોમાં આદિવાસીઓનું અહિત નહીં કરે આદિવાસી નેતા તરીકે હું તમને વચન આપું છું. માત્ર વિરોધ કરવાથી વિકાસ નહીં થાય.

આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે ધારાસભ્ય અંનત પટેલ આદિવાસી સમાજના લોકોને ગુમરાહ કરી રહ્યા છે. આ રિવર લિંક યોજના કોંગ્રેસના પ્રધાનમંત્રીએ આયોજનમાં મૂકી હતી. એના થકી આ વિસ્તારના લોકોને પાણીનો લાભ મળવાનો હતો પરંતુ શનિવારે સુરતમાં મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં તેના પર વિરામ મૂક્યો છે ત્યારે ધારાસભ્ય અનંત પટેલે સોશિયલ મીડિયામાં જણાવે છે કે ભાજપ પાર્ટી લોલીપોપ આપી રહી છે, લોલીપોપ ભાજપ નહીં આપતી પરંતુ તમે લોકોને લોલીપોપ આપીને વિકાસથી વંચિત રાખી રહ્યા છો. એટલા વર્ષોમાં તમે શું કામ કર્યું એ રહી વાત શ્વેતપત્રની તો મારે અનંત પટેલને એટલુ જ કહેવું છે કે શ્વેતપત્ર ક્યાં સંજોગોમાં આપવું પડે. ભ્રષ્ટાચારમાં આપવું પડે કે તે જાણી લેવું પડે આ એક ભ્રામક પ્રચાર કરી લોકોને ગુમરાહ કરી રહ્યા છે. અનેત પટેલને ચૂંટણીમાં હાર દેખાઈ રહી છે એટલે વિરોધ કરી રહ્યાં છે. આવનાર દિવસોમાં કાર્યકર્તાઓને સરકારની વિવિધ યોજના લોકો સુધી પહોંચાડો અને એનો લાભ ઘરે ઘર જઈને જાણકારી આપો કોઈ સરકારી લાભથી વંચિત રહે નહીં.

અન્ય સમાચારો પણ છે...