અકસ્માત:ધાકમાળ પાસે રાત્રે બાઈક ઝાડ સાથે અથડાતાં ડાંગના બે યુવકના મોત

વાંસદા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ મિત્રો બારખાંદીયાથી માવલીદેવ કામ અર્થે આવ્યા હતા

વાંસદા તાલુકાના ધાકમાળ ગામ પાસે ડાંગના બારખાંદીયા ગામના ત્રણ યુવાનો બાઈક ઉપર માવલીદેવ કામ અર્થે આવ્યા હતા અને દેવ કામ પતાવીને જઈ રહ્યા હતા. એ દરમિયાન ધાકમાળ પાસે બાઈક ઝાડ સાથે અથડાતા ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય સવાર બે જણાંને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ લઈ જતા એકનું સારવાર દરમિયાન વલસાડમાં મોત નિપજ્યું હતું ધાકમાળ ગામે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના બારખાંદીયા ગામે રહેતો રવિ હરિદાસ પાલવે (ઉ.વ. 17)એ રાત્રે તેના બે મિત્રો યોગેશ રામચંદ્ર ભોયે અને રાહુલ જગુભાઈ તુંમડા (બન્ને રહે. બારખાંદીયા, તા.વઘઈ) સાથે બાઈક (નં. જીજે-30-સી-504) ઉપર આ માવલીદેવ કામે આવ્યા હતા.

જ્યાંથી તેના મિત્ર સાથે વાત કરીને કહેલું કે અમે થોડીકવાર પછી આવીએ છીએ તેમ કહીંને વાંસદા તરફ નીકળ્યાં હતા. એ દરમિયાન ધાકમાળ ગામ પાસે આવેલા ગુલમહોરના વૃક્ષ સાથે બાઇક અથડાઇ હતી. જેને પગલે બાઈકચાલક રવી હરિદાસ પાલવે સહિત ત્રણેય રોડ પર પટકાતા ઈજા પહોંચી હતી. જેમાં બાઈક ચાલક રવિ પાલવેનું ગંભીર ઈજાને પગલે ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે 108 એમ્બ્યુલન્સમાં યોગેશ ભોયે અને રાહુલ તુમડાને બેભાન હાલતમાં પ્રથમ વાંસદા કોટેજ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાંથી વધુ સારવારની જરૂરિયાત હોવાથી વલસાડ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. જ્યાં રાહુલ તુમડાનું પણ મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...