રજૂઆત:વાંસદા-ચીખલીના ધારાસભ્ય ઉપર હુમલા પ્રકરણમાં આદિવાસી યુવાનોનું આવેદન

વાંસદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાતિવિષયક વાણીવિલાસ કરનાર સામે સખત કાર્યવાહીની માગ

વાંસદા તાલુકાના જાગૃત આદિવાસી યુવાનોએ ઉનાઈ-ચરવીમાં ચૂંટણી મિટીંગ પતાવીને જતા હતા ત્યારે રસ્તો રોકી ધારાસભ્ય પર જીવલેણ હુમલો કરી જાતિ વિષયક બિભત્સ શબ્દ બોલનાર સામે કાર્યવાહી કરવા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ ઉનાઈ ગ્રામ પંચાયતના મનિષભાઈ પટેલની ચૂંટણી મિટીંગ 16મીએ ઉનાઈ-ચરવી ફળિયામાં પુરી કરી બીજા સ્થળે જવા નીકળ્યા હતા. એ દરમિયાન વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની કાર રસ્તામાં રોકી અસામાજીક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરી જાતિ વિષયક બિભત્સ ગાળો આપી કારને નુકસાન કરતા ધારાસભ્યએ વાંસદા પોલીસ મથકે ફરિયાદ આપી હતી. જેના પગલે હુમલો કરનાર શખસો વિરુદ્ધ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈ વાંસદા તાલુકાના જાગૃત આદિવાસી સમાજના યુવાનોએ વાંસદા મામલતદાર ને આવેદનપત્ર સુપરત કરી જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે હુમલો કરનાર અસામાજીક તત્વોની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવે.

જો ધરપકડ નહીં થશે તો નાછૂટકે ગાંધીચીધ્યા માર્ગે આંદોલન કરીશું એવી ચીમકી ઉચ્ચારી હતી. આ આવેદનપત્ર ગુજરાત રાજ્ય રાજ્યપાલ અને જિલ્લા કલેકટરને સંબોધી ને વાંસદા મામલતદારને આદિવાસી સમાજના યુવાનોએ સુપરત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...