ન્યાય યાત્રા:કોરોનામાં મૃત્યુ પામેલાના પરિવારને 4 લાખ ચૂકવો : ધારાસભ્ય અનંત પટેલ

વાંસદા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના મૃતકોના પરિવારોને ન્યાય અપાવવા વાંસદા તાલુકા કોંગ્રેસની ન્યાય યાત્રા
  • સરકાર બુલેટ ટ્રેન, સેન્ટર વિસ્ટા પ્રોજેક્ટ, ઉદ્યોગપતિને દેવા માફીમાં અત્યાધુનિક મર્સિડીઝ કાર ખરીદી પૈસા વેડફી રહી છે

વાંસદા તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા યાત્રા કોવિડ-19ના મૃતકોના પરિવારને એપેડેમિક એક્ટ મુજબ 4 લાખની સહાય માટે વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિએ કોવિડ-19ના થયેલ મોતમાં મૃતકોના પરિવારોને વળતર નહીં મળતા પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, ગત કોરોનાની બીજી લહેરમાં ગુજરાતમાં લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેઓને માત્ર 50 હજાર જેટલી સહાય સરકારે આપવાની તૈયારી બતાવી હતી.

જ્યારે મહામારીમાં તો કોઈની મૃત્યુ થાય તો એપેડેમિક એક્ટ 2002-03 મુજબ 4 લાખની સહાય આપવાની સરકારની ફરજ છે, પરંતુ ગુજરાત સરકાર પોતાની ફરજ ચૂકી રહી છે. વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિએ રેલી કાઢીને મામલતદાર વાંસદાને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2003 અંતર્ગતની જોગવાઈ મુજબ રાહત સહાય 4 લાખ ચૂકવતા નથી પરંતુ .

આવા સમયે કોરોનામાં થયેલ મૃત્યુના પરિવારને સહાયની જરૂરત છે. જે સરકાર કરવા માંગતી નથી, આર્થિક રીતે પાયમાલ થયેલા ધંધાદારીઓને સહાયની જરૂરત છે જે સરકાર કરતી નથી, પરંતુ ખોટા તાયફાઓ કરી સરકાર ઉપર અને લોકોના માથે બોજનું પ્રમાણ વધારી રહી છે. સરકારી દ્વારા કરાતા મોટા કાર્યક્રમોનો ભાર આખરે સામાન્ય માણસે જ વેઠવો પડે છે. આ રેલીના કાર્યક્રમમાં નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શૈલેષ પટેલ, પરભુભાઈ, નિકુંજ ગાંવીત, રાજીત પાનવાલા, ઈલયાસ પ્રાણીયા, અંજનાબેન, ચંપાબેન, હસમુખભાઈ, ધનજીભાઈ, અમિશભાઈ, મનિષભાઈ, જીતુભાઈ વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...