તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ઘોડમાળમાં વીજ ચેકિંગ કરનારા વીજ કર્મીઓને ધમકી, 4 સામે ફરિયાદ દાખલ

વાંસદા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી કામમાં અવરોધ ઉભો કરવા બદલ ઇજનેરે કરેલી કાર્યવાહી

વાંસદા તાલુકાના પીપલખેડ ગામની પેટા વિભાગીય કચેરી જીઈબીના કર્મચારીઓએ ઘોડમાળ ગામે વીજ ચેકિંગ કરવા ગયા હતા. એ દરમિયાન કર્મચારીઓને ઘોડમાળ ગામના ચાર શખસે આવી માર મારવાની ધમકી અને સરકારી કામમાં અવરોધ ઉભો કરતા તેમની સામે વાંસદા પોલીસ મથકે નાયબ ઈજનેરે યુવાનો સામે ફરિયાદ નોંધાવતાં ફફડાટ ફેલાયો હતો.

વાંસદા તાલુકાના પીપલખેડ ગામે ગુજરાત વીજ કંપની લિ.ની પેટા વિભાગીય કચેરીના કાર્ય વિસ્તારમાં 31 ગામ આવેલા છે. આ વિસ્તારમાં નાયબ ઈજનેર દિનેશભાઇ જેઠીયાભાઈ ગાવિત (રહે. રાણી ફળિયા, વાંસદા) ફરજ નિભાવી રહ્યાં છે. નાયબ કાર્યપાલક ઈજનેર દિનેશભાઇ, આસિસ્ટન્ટ લાઈનમેન પ્રકાશ રમણભાઈ પટેલ તેમજ કોન્ટ્રાકટ બેઝ પર કામ કરતા ગાડી (નં. જીજે-15-એવી-0783)ના ચાલક શ્રીકાંત ભગુભાઈ પટેલ સાથે ઘોડમાળ ગામના ઉપલા ફળિયા વિસ્તારમાં વીજચોરી ચેકિંગ માટે ગયા હતા.

એ દરમિયાન સાથે બીજા અધિકારી શાંતિલાલ મગનલાલ પટેલ તથા આશિષ અરવિંદભાઈ પટેલ, ઉમેદભાઈ ગુલાબભાઈ પટેલ અને બીજા કોન્ટ્રાકટ બેઝ રાખેલી ગાડી (નં. જીજે-15-એવી-0875) બે વાહનો લઈ અલગ-અલગ વિસ્તારોમાં લાઈન પર ગેડા નાંખેલા તે ચેકિંગ કરી રહ્યાં હતાં. તેઓ ઘોડમાળ ઉપલા ફળિયામાં ચેકિંગ કરી રહ્યાં હતા, એ દરમિયાન મણિલાલ ભગરિયા, રતિલાલ ભગરિયા, કેતનભાઈ ભગરિયા, સુરેશભાઇ ભગરિયા (તમામ રહે. ઘોડમાળ, ઉપલા ફળિયા)એ અમારા વિસ્તારમાં વીજ ચેકિંગ કરવું નહીં તેમ જણાવ્યું હતું.

કર્મચારીઓએ જણાવ્યું હતું કે અમે કોઈને હેરાન કરતા નથી પરંતુ ચેકિંગ દરમિયાન કોઈને ત્યાં વીજચોરી પકડાશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશું. એજ જગ્યાથી આગળ જતાં બે લંગરીયા સ્ટાર્ટર સાથે ઉતારી કબ્જામાં લેતા આ શખસોએ જણાવેલું કે પૂછ્યા વગર કેમ ઉતારેલું તેમ કહી સરકારી કામમાં રુકાવટ અને તમે અત્યારે પહેલા ખેતીવાડીની લાઈન ચાલુ કરો પછી તમને જવા દઈશું તેમ કહી સરકારી ગાડી રોકી રાખી હતી.

અને એકબીજાની મદદગારીથી સરકારી કામમાં અવરોધ ઉભો કરીને ગાળો આપી ઢીકમુક્કીનો માર માર્યો હતો. દિનેશભાઈનો શર્ટનો કોલર પકડી જીઈબી કંપની તરફથી ઈસ્યુ કરેલા શર્ટનું બટન તોડી નાંખી, તમે ગામમાં આવશો તો તમારા વાહન સળગાવી દઈશું તેમજ જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતા પીપલખેડ જીઇબીના નાયબ કાર્યપાલક ઈજનેર દિનેશભાઇ જેઠીયાભાઈ ગાવિતે વાંસદા પોલીસ મથકે ચાર શખસ વિરુદ્ધ ગુનો નોંધાવતાં પોલીસે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...