તસ્કરી:મોટીવાલઝરના એક જ ફળિયામાં બે ઘરમાંથી રોકડ સહિતની ચોરી

વાંસદા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોટીવાલઝરના પટેલ ફળિયામાં બે ઘરમાંથી રોકડ સહિતની ચોરી બાદ વેરવિખેર થયેલો સામાન. - Divya Bhaskar
મોટીવાલઝરના પટેલ ફળિયામાં બે ઘરમાંથી રોકડ સહિતની ચોરી બાદ વેરવિખેર થયેલો સામાન.
  • તસ્કરો ત્રાટકતા પોલીસની કામગીરી સામે સવાલ

પોલીસનો ડર જાણે ખતમ જ થઇ ચુક્યો હોય એમ ચોરીના કિસ્સાઓ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ મોટા પ્રમાણમાં બનવા લાગ્યાં છે. ગતરોજ વાંસદા તાલુકાના મોટીવાલઝર ગામે એક જ ફળિયાના બે પરિવારમાં રોકડા અને મોબાઈલ તેમજ અન્ય વસ્તુની ચોરી થયાની ઘટના સામે આવી છે.

ગતરોજ વાંસદા તાલુકાના મોટીવાલઝર ગામના પટેલ ફળિયામાં રહેતા જીતેન્દ્રભાઈ અમ્રતભાઈ પટેલના ઘરેથી 40 હજાર રોકડા, 3 મોબાઈલ અને બાઈકની ચાવી જ્યારે આજ ફળિયામાં રહેતા છગનભાઈ બાબરભાઈ પટેલના ઘરેથી 1 મોબાઈલ, 10 હજાર રોકડા અને ૩ પાકિટની તસ્કરો ચોરી કરી ગયાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા પોલીસે તપાસ આદરી દીધી છે.

આ અગાઉ મોટીવાલઝરની બાજુના જ ગામ ઉપસળ અને ભીનારમાં પણ ચોરીના બનાવો બની ચૂક્યા છે. ચોરીની ઘટના સામે આવતા સ્થાનિક સ્તરે લોકો વાંસદા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. જ્યારે વાંસદા તાલુકાને અડીને આવેલા ગામોમાં ચોરીની ઘટના બની રહી છે અંતરિયાળ ગામોનું તો શું કહેવું. જાણે એમ લાગી રહ્યું છે કે, તસ્કરોને પોલીસનો ડર લાગતો નથી એમ ધોળે દિવસે ઘરોમાં ઘૂસીને ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...