સંયમના માર્ગે પ્રયાણ:વાંસદામાં સંસારના આત્માસિક સુખોનો ત્યાગ કરી અધ્યાત્મિક સુખ તરફ ગડિયા પરિવારની બે બહેનો દીક્ષા લેશે

વાંસદા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચીખલી જૈન સંઘમાં સકળ જૈન સંઘ મુમુક્ષુના સંસાર ત્યાગને અક્ષતથી વધાવશે

સંસારના આત્માસિક સુખોનો ત્યાગ કરી અધ્યાત્મિક સુખ તરફ પ્રયાણ કરનાર ગડિયા પરિવારની કન્યા પૂજા (એમ.કોમ), પ્રિયંકા (બી.કોમ.) 24મી નવેમ્બરે ચીખલી જૈન સંઘના ઉપક્રમે જૈનાચાર્ય પદ્મભૂષણરત્નસૂરિજી, પંન્યાસ રાજરક્ષિતવિજયજી આદિ સાધુ-સાધ્વીની પાવન નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરશે. સકળ જૈન સંઘ મુમુક્ષુના સંસાર ત્યાગને અક્ષતથી વધાવવામાં આવશે. પંન્યાસ રાજરક્ષિત વિજયજીએ જણાવ્યું કે સંસાર એટલે ધારેલુ કાંઈ ન થાય, ન ધારેલુ બધુ જ થાય, સંસારના સુખો મૃગજળ દેવા છે. સંસારના સુખોની આસક્તિ શરીરમાં રોગ, મનમાં સંકલેશ, જીવનમાં અશાંતિ પેદા કરે છે.

સંસારના ક્ષણિક સુખમાં મણ જેટલું પાપ બંધાય છે અને ટનબંધ દુ:ખો આવે છે. સંસારનુ સુખ એ દુ:ખની આમંત્રણપત્રિકા છે. બન્ને મુમુક્ષુ બહેનો પૂજા અને પ્રિયંકા દીક્ષા લેતા પહેલા વરસીદાન કરીને મહામંગલ કર્યું હતું. પ્રભુ મહાવીર સ્વામીજીએ પણ 388 કરોડ સોનૈયા દ્વારા વરસીદાન કરીને સેંકડો લોકોનું દારિદ્ર દૂર કર્યું હતું. આ પરંપરા આજે પણ દરેક મુમુક્ષુઓ દીક્ષા લેતા પહેલા કરે છે.

સંસાર છે ભયંકર રણ, ભવોભવ થાય છે જન્મ-મરણ, સંસારના બધા ત્યાગુ અધિકરણ, સંયમના ગ્રહણ કરુ ઉપકરણ, કર્મોનું જલદી કરુ હરણ, સદા મોક્ષનું કરુ સ્મરણ, હવે તો આપો ગુરૂવર મને જલદી રજોહરણ. આવા ભવોને વ્યક્ત કરીને બંને દીક્ષાર્થી બહેનો આચાર્યના સ્વહસ્તે આજે રજોહરણ લઈને દીક્ષા જીવનની શુભ શરૂઆત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...