ઉચાપત:મનરેગા યોજનાના ખોટા જોબકાર્ડ બનાવી તત્કાલિન સરપંચ- તલાટીએ 3.54 લાખ ઉસેટ્યા

વાંસદા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 2007 થી 2018 દરમિયાન ગ્રામજનોની જાણ બહાર એકબીજાના મેળાપીપણામાં નાણાં ઉપાડી લીધા હતા

વાંસદા તાલુકાના નાની ભમતીના તત્કાલિન સરપંચ અને તલાટીને2007થી 2018 દરમિયાન મનરેગા યોજનાનાખોટા જોબકાર્ડ બનાવી રૂ. 3.54 લાખની ઉચાપત કરતા આ બાબતે જાગૃત નાગરિકેકોર્ટમાં ધા કરતા કોર્ટે ગુનો નોંધવા જણાવતા વાંસદા પોલીસે ગુનો નોંધ્યો હતો. વાંસદા તાલુકાના નાની ભમતી ગામે રહેતા ચંદુભાઇપટેલ 2016માં માં નોકરી નહીં હોવાથી રોજગારીની શોધમાં હતા. દરમિયાન જાનકી વનમાં કામ કરતા એક મિત્રએ જણાવ્યું કે તમારી પાસે જોબકાર્ડ હો તો જાનકી વનમાં કામ હશે તો મળશે.

જેથી તેઓ નાની ભમતી ગ્રામ પંચાયતમાં ગયા હતા અને તત્કાલિન સરપંચ વિનોદભાઈ પટેલને જોબકાર્ડ માટે કહેતા તેમણે જોબકાર્ડ ખોવાયગયાનું અને નવો બનાવવા જણાવ્યું હતું. જેને પગલે ચંદુભાઈએજૂના જોબકાર્ડ જ જોઈએ એમ કહેતા સરપંચે તતમે થાય તે કરી લો તેમ જણાવ્યું હતું. ચંદુભાઇએ આરટીઆઈ કરતા નાની ભમતી ગ્રા.પં. દ્વારા 22-6-2018ના રોજ જોબકાર્ડની માહિતી તલાટી કમ મંત્રી ભરતભાઈ પટેલ (રહે. ગૌરી, તા. ખેરગામ)ની સહીવાળી આપી હતી. જેમાં ચંદુભાઈની પત્નીના નામે ગ્રા.પં. દ્વારા ખોટા જોબકાર્ડ બનાવી 2010થી 2016 સુધીમાં રૂ. 23251 પોસ્ટ ઓફિસ અને બેંકમાં જમા કરાવી ઉપાડી લીધા હતા.

એજ રીતે ગામના અન્ય 10 જણાંના જોબકાર્ડ ખોટા બનાવી કુલ રૂ. 3,54,362ની ઉચાપત કરી હતી. ચંદુભાઇએ જોબકાર્ડ ઓનલાઇન જોતાજોબકાર્ડ પર તલાટી અને સરપંચની સહી હતી. જ્યારે ફોટા અન્યના ચોંટાડેલા હતા. આ બાબતે ચંદુભાઇએ પોલીસ મથકે જાણ કરતા પોલીસે દાદ આપી ન હતી.

જેથી તેમણે કોર્ટમાં ધા કરતા વાંસદા કોર્ટે ડીવાયએસપીને તપાસ કરી નોંધવા જણાવ્યું હતું. જેનેપગલે વાંસદા પોલીસ મથકે ચંદુભાઈએ તત્કાલિન સરપંચ વિનોદભાઈ પટેલ અને તલાટી ભરતભાઇ પટેલ વિરૂદ્ધ 2007 થી 2018 દરમિયાન ગ્રામજનોની જાણ બહાર એકબીજાના મેળાપીપણામાં મનરેગાના જોબકાર્ડ બનાવી 3,54,362ની ઉચાપત કરી સરકાર સાથે વિશ્વાસઘાત કરવાનો ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...