આયોજન:રાજ્ય સરકાર મહિલાઓના આર્થિક અને સામાજિક ઉત્કર્ષ માટે કટિબદ્ધ છે : ઉ.પ્રમુખ

વાંસદા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્વસહાય જૂથોને સહાય વિતરણ કરતા જિ.પં.ઉ.પ્રમુખ તથા હોદ્દેદારો. - Divya Bhaskar
સ્વસહાય જૂથોને સહાય વિતરણ કરતા જિ.પં.ઉ.પ્રમુખ તથા હોદ્દેદારો.
  • વાંસદા કુંકણા સમાજ ભવનમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકાિ વિકાસ સ્વસહાય કેમ્પ યોજાયો

વાંસદામાં કુંકણા સમાજ ભવનમાં દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન સ્વસહાય જુથનો બેન્ક લિંકેજ કેમ્પ, કેશ ક્રેડીટ કેમ્પ લોન વિતરણ કાર્યક્રમ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સુમિત્રાબેન પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આજના દિવસે જિલ્લાની 256 સ્વસહાય જુથોને 302 લાખની કેશ ક્રેડિટ આપવામાં આવી હતી.

આ પ્રસંગે ઉપપ્રમુખ સુમિત્રાબેન પટેલે જણાવ્યું હતું કે, અનેક યોજનાઓના સફળ અમલીકરણ થકી રાજ્ય સરકાર મહિલાઓના આર્થિક-સામાજિક ઉત્કર્ષ માટે કટિબદ્ધ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના યશસ્વી નેતૃત્વમાં વિકાસના અનેક સોપાનો સર કર્યા છે. નવસારી જિલ્લાની હજારો મહિલાઓને ‘દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’ અંતર્ગત સહાય આપવામાં આવી રહી છે ત્યારે નવસારી જિલ્લાની 256 સ્વસહાય જુથોને 302 લાખની કેશ ક્રેડિટ આપવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા આટલી મોટી સંખ્યામાં મહિલાઓને લોન આપીને મહિલાઓના આર્થિક ઉત્કર્ષની દિશામાં આ વધુ એક સીમાચિન્હરૂપ સિદ્ધિ મેળવી છે. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે મહિલાઓના સશક્તિકરણને હંમેશા પ્રાથમિકતા છે. રાજ્ય સરકારે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ દ્વારા મહિલાઓના વિકાસને નવી ક્ષિતિજો આપી છે. તાલુકા પંચાયતના પ્રમુખ શાંતુભાઇ ગાંવિતે જણાવ્યું હતું કે, વર્ષો પહેલા નારીનું જીવન ખૂબ વિષમતાભર્યું હતું પરંતુ છેલ્લા વર્ષોમાં રાજ્ય સરકારે અનેક યોજનાઓ થકી શહેરી સહિત ગ્રામ્ય મહિલાઓને આર્થિક સક્ષમ બનાવીને નવો આત્મવિશ્વાસ મેળવી આપ્યો છે.

કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ સખી મંડળોને મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત ચેક વિતરણ, રીવોલ્વરીંગ ફંડ, શ્રેષ્ઠ કામગીરી કરનાર સ્વસહાય જુથોને સન્માનપત્ર મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દૃષ્ટિ શુકલા, વાંસદા તાલુકાના આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી એ.પી.ગોહિલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દશરથભાઇ ભોયા, અગ્રણીઓ, પદાધિકારી-અધિકારીઓ તેમજ સખી મંડળની મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...