તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાર્થીઓને ભારે હાલાકી:શાળા-કોલેજ શરૂ થઇ પણ હોસ્ટેલ હજુ બંધ, વિદ્યાર્થીઓની ધીરજ ખૂટી

વાંસદા25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ડાંગ અને વાંસદા પંથકમાં આવેલ હોસ્ટેલ ખાલીખમ
 • અપડાઉનનો ખર્ચ ન કરી શકનાર છાત્રો હવે આંદોલનના મૂડમાં

કોવિડ-19ની વૈશ્વિક મહામારીમાં સરકાર દ્વારા જાહેર કરાયેલ લોકડાઉન બાદ હવે વેક્સિન આવી ગયા બાદ જનજીવન સામાન્ય થઈ રહ્યું છે. શાળા-કોલેજો પણ સોશિયલ ડિસ્ટન્સ સાથે શરૂ કરી દેવાઈ છે, પરંતુ હોસ્ટેલ શરૂ ન કરતાં વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

વાંસદાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામોના તેમજ ડાંગ જિલ્લાના પણ અંતરિયાળ વિસ્તારના લોકો અહીં અભ્યાસ માટે આવે છે. હોસ્ટેલ ચાલુ ન કરતાં તેમને અપડાઉન કરવાનો વારો આવ્યો છે. લોકડાઉનના કારણે કેટલાય વર્ગના લોકોના ઉદ્યોગ-ધંધા પડી ભાંગ્યા છે, તેમજ કેટલાંય લોકોની રોજગારી છીનવાઈ ગઈ હતી એવા સમયબાદ વિદ્યાર્થીઓના અપડાઉનનો ખર્ચ દરેક માતાપિતા કે વિદ્યાર્થીઓના માથે પડ્યો છે.

આ ઉપરાંત લોકડાઉનમાં વિદ્યાર્થીઓના અભ્યાસને પણ માઠી અસર થઈ છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોના તમામ પ્રયત્નો છતાં પ્રત્યક્ષ શિક્ષણ અને ઓનલાઈન શિક્ષણ વચ્ચેના અંતરને દૂર કરી શકાઈ નહીં, કરણ કે, આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં ઓનલાઈન શિક્ષણ બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યું કે નહીં એ પણ એક મોટો પ્રશ્ન છે.

કેટલાય વિદ્યાર્થીઓ એવા હશે જેમોબાઈલ ખરીદી શકવાની સક્ષમતા ધરાવતા નહીં હોય, અને જો એની પાસે મોબાઈલ આવી જાય તો એમાં રિચાર્જ કરવાની સક્ષમતા પણ ન હોય અને એ બંને હોય તો કેટલાય વિસ્તારોમાં મોબાઈલના નેટવર્ક આવતા નથી આવી અનેક સમસ્યા વચ્ચે ઘેરાયેલ વિદ્યાર્થીઓ માટે જ્યારે કોલેજો ખુલી ગઈ છે ત્યારે ફરી હોસ્ટેલ શરૂ ન થતા તેમના માટે અન્ય સમસ્યા ઉભી થઈ છે. સરકારની ગાઈડ લાઇન મુજબ હોસ્ટેલ પણ સત્વરે શરૂ કરવામાં આવે એવી વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરાઈ રહી છે.

એક સેમેસ્ટરનો અભ્યાસ બગડ્યો છે
બીજા જિલ્લાની સરકારી કોલેજ સાથેની હોસ્ટેલ ચાલુ થઈ ગઈ છે પરંતુ વાંસદાની સરકારી હોસ્ટેલ ચાલુ થઈ નથી. હું એવા વિસ્તારમાંથી આવું છું કે, જ્યાંથી મારી માટે રોજ અપડાઉન કરવું શક્ય નથી. તેથી અમે ઝડપી હોસ્ટેલ ચાલુ કરવા માંગ કરીએ છીએ કારણ કે, એક સેમેસ્ટરનો અભ્યાસ બગડ્યો જ છે પરંતુ બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કવર કરી શકીએ. > સંદીપ મહાર્યાભાઈ ચૌધરી, વિદ્યાર્થી, વાંસદા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ

જો કોઈ નિર્ણય નહીં આવે તો ધરણાં પ્રદર્શન કરાશે
વાંસદાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના વિદ્યાર્થીઓની સમસ્યા જાણવા મળી છે, જેનું નિરાકરણ લાવવા રજૂઆત કરીશ. જો આવતા સોમવાર સુધીમાં કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો વાંસદા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ પર ધરણાં પ્રદર્શન કરવામાં આવશે. આદિવાસી વિદ્યાર્થીઓની સમસ્યા અંગે નિરાકરણ લાવવામાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. > અનંતભાઈ પટેલ, ધારાસભ્ય, વાંસદા-ચીખલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો