‘અમને હક જોઈએ, ભીખ નહીં’:વાંસદાના સરપંચો આજે તંત્ર સામે બાંયો ચઢાવશે

વાંસદા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
સરપંચો દ્વારા જ્યાં વિરોધ કાર્યક્રમ થવાનો છે એ સ્થળ. - Divya Bhaskar
સરપંચો દ્વારા જ્યાં વિરોધ કાર્યક્રમ થવાનો છે એ સ્થળ.
  • તા.પંચાયત દ્વારા વિકાસના કામોમાં વિલંબનો આક્ષેપ

વાંસદા તાલુકાના તમામ ગામોના વિકાસ કાર્યોમાં તાલુકા પંચાયત દ્વારા વિલંબ કરવાના વિરોધમાં પ્રતિક ઉપવાસનું આયોજન કરાયું છે. જેમાં દરેક આગેવાનો, સરપંચ અને હિતેચ્છુઓને આજે 4થીને સોમવારે સવારે 10.30 વાગ્યાથી 5 વાગ્યા સુધી ગાંધી મેદાનના ગેટ પાસે આવેલી સરદાર પ્રતિમા પાસે વિરોધ કરવાનું આયોજન કરાયું છે.

સરકાર વિકાસ માટે વિવિધ ગ્રાન્ટની ફાળવણી કરે છે પરંતુ એવી ઘણી યોજનાઓ છે જે માત્ર ફાઈલો ઉપર રહી જાય છે. પરિણામે વિકાસનાં ફળ ગ્રામ્ય વિસ્તારના લોકોને મળતાં નથી. વિકાસ માટે હરણફાળ ભરવા આતુર વાંસદા તાલુકામાં 15માં નાણાંપંચ યોજના હેઠળ ગ્રાન્ટની ફાળવણી કરવામાં નહીં આવતા સરપંચ સહિત ગ્રામજનોમાં વિરોધનો વંટોળ ઊઠ્યો છે.

તાલુકા પંચાયતની નિષ્ફળતા સામે 4થીને સોમવારે સવારે 10.30 વાગ્યાથી 5 વાગ્યા સુધી વાંસદાના ગાંધી મેદાનના ગેટ નજીક આવેલી સરદાર પ્રતિમા પાસે દરેક ગામના આગેવાનો, સરપંચ અને હિતેચ્છુઓને અવાજ ઉઠાવવાના કાર્યક્રમમાં જોડાવાનું આહવાન કરવામાં આવ્યું છે. આ બાબતે વહેતા કરવામાં આવેલા એક મેસેજમાં તંત્ર સામે લડી લેવાનો મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે, ચાલો સૌ સાથે મળીને વિકાસમાં અડચણને દૂર કરીએ. અમને હક્ક જોઈએ, ભીખ નહીં, વિકાસ અમારો અધિકાર, લોકસેવા આપણી ફરજ છે.

અન્ય સમાચારો પણ છે...