તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:ભીનાર ચોકડીથી અનાવલ જતો માર્ગ બિસ્માર, વાહનચાલકો ત્રસ્ત

વાંસદા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
ભીનાર ચોકડી થી અનાવલ ને જોડતો ખખડધજ રસ્તો. - Divya Bhaskar
ભીનાર ચોકડી થી અનાવલ ને જોડતો ખખડધજ રસ્તો.
 • ઠેરઠેર ખાડાથી વાહનો ખોટકાઇ રહ્યાંના બનાવો વધ્યાં

વાંસદા તાલુકાના ભીનાર ચોકડીથી અનાવલ તરફ જતા રસ્તામાં ઠેર ઠેર ખાડા પડી જતા બિસમાર બન્યો છે. આ બિસમાર રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વાંસદા તાલુકાના ભીનાર ચોકડીથી અનાવલ તરફ જતા રસ્તામાં ઠેર-ઠેર ખાડા પડી જતા આ રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. આ રસ્તા ઉપર મસમોટા ખાડાઓને લઈ વાહન ખોટકાવાના બનાવો બની રહ્યા છે.

આ માર્ગ પરથી પસાર થતા ઘણા વાહન ચાલકોના વાહનો ખાડામાં પડતા અકસ્માતના ભોગ બની રહ્યા છે. વાંસદા તાલુકાથી સુરત બોર્ડરને જોડતા રસ્તો તાલુકાના છેવાડા આવેલો હોવાથી અધિકારીઓની નજર પડતી નથી. આ ખખડધજ રસ્તા પરથી પસાર થવું મુશ્કલ બન્યો છે. આ રસ્તા પરથી પસાર થતા ખેડૂતોને પણ ખેતીકામે સાધનો લઈ જવામાં હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે.

વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરી લોકોને પડતી હાલાકી દૂર કરે એવી માગ ઉઠી છે. ઘણાં લાંબા સમયથી આ રસ્તા ઉપર પેચીંગની કામગીરી કરવામાં આવી નથી. જેને પગલે મસમોટા ખાડા પડ્યાં છે. વહેલી તકે આ ખાડા ન પુરાય તો મોટા અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો