તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્રની બેદરકારી:પ્રતાપનગર-વાંદરવેલાનો માર્ગ બિસમાર બનતા લોકોને હાલાકી

વાંસદા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય છતાં તંત્ર લાપરવાહ

વાંસદા તાલુકાના પ્રતાપનગરથી વાંદરવેલા ગામે જતો રસ્તો છેલ્લા કેટલાક વર્ષોથી બિસમાર બનતા વાહનચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. વાંસદા તાલુકાના પ્રતાપનગર- ઝરી ગામને જોડતો રસ્તો છેલ્લા કેટલાક વર્ષોથી ખખડધજ બનતા વાહન ચાલકો તોબા પોકારી રહ્યા છે.

સરકાર અને રાજકીય અગ્રણીઓ ગામે ગામ નવા રસ્તાઓ માટે ખાતમુહૂર્ત કરી હરિફાઈ કરી રહ્યા છે. જ્યારે આ રસ્તા વચ્ચે ઠેર-ઠેર ખાડાઓનું સામ્રાજ્ય થતા વાહન ચાલકો સહિત રાહદારીઓ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન ચાલકો તો ઠીક પણ ખેડૂતો ખેતીમાં લઈ જતા ખાતર બિયારણ લઈ જવા માટે અને શાળામાં જતા વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે. વહેલી તકે રસ્તો નવો બનાવી લોકોને પડતી હાલાકી દૂર કરે એવી આ વિસ્તારના લોકોની માગ છે.

રસ્તો નવો બનાવવાની તસ્દી લીધી નથી
રાજકીય અગ્રણીઓ માત્ર મત માંગવા માટે આવે છે. પ્રજાને શું તકલીફ છે તેનું ધ્યાન રાખતા જ નથી. છેલ્લા કેટલાક વર્ષોથી રસ્તો ખખડધજ બન્યો છે તો નવો બનાવવાની તસ્દી લીધી નથી. > મનુભાઈ આર. પટેલ, ખેડૂત, પ્રતાપનગર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો