તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોની કફોડી સ્થિતિ:સરામાં ખેતી લાઇનની વીજળી પૂર્ણ સમય મળવી જોઈએ : MLA

વાંસદા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલ વાવણીનો સમય ચાલતો હોય ખેડૂતોની કફોડી સ્થિતિ

વાંસદા તાલુકાના સરા વિસ્તારમાં ખેડૂતોની ખેતી લાઈનની વીજળીની સમસ્યા સાંભળવા વાંસદા-ચીખલીના ધારાસભ્ય સરા પહોંચી ખેડૂતો સાથે મિટિંગ કરી હતી.

વાંસદા તાલુકાના સરા, કેવડી, ખરજઈ, ધરમપુરી, ગોધાબારીના ખેડૂત આગેવાનો સાથે ખેતીવાડીની વીજળી અવારનવાર ડ્રોપ થવાની તેમજ વારંવાર બંધ થઈ જવાની ફરિયાદ મળતા વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં સરા ગ્રામ પંચાયતમાં ખેડૂતોની મિટિંગ રાખવામાં આવી હતી. આ મિટિંગમાં વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, આ વિસ્તારના વીજળીના પ્રશ્નો વારંવાર સામે આવે છે. જો પૂરતા પ્રમાણમાં 8 કલાક વીજળી ખેડૂતોને મળશે નહીં તો વીજચોરી વધશે. જો વીજચોરી અટકાવવી હોય તો રેગ્યુલર 8 કલાકની ખેતીવાડીની વીજળી આપવી પડશે. હાલ વાવણીનો સમય ચાલી રહ્યો છે ત્યારે પૂરતી વીજળી મળશે તો પૂરું પાણી મૂકી શકશે. આ મિટિંગમાં વાંસદા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના નાયબ કાર્યપાલક ઈજનેર ધનગરે જણાવ્યું હતું કે, ઘણી સમસ્યા એ વિસ્તારમાં છે, જે સમસ્યા આવનારા સમયમાં પૂર્ણ કરીશું. આ વિસ્તારના તાલુકા પંચાયતના સદસ્ય અંકિત ગામીતે સરા વિસ્તારના ડીપીની સમસ્યા, ખરજઈ ગામે જ્યોર્તિગ્રામમાં હાલ પાવર મળતો નથી તેમજ અન્ય વીજ સમસ્યાની રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...