તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વાંસદા તાલુકાના હાઇવે પર આવેલ પીકઅપ બસસ્ટેન્ડ બદતર હાલતમાં

વાંસદા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુસાફરો ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદથી પરેશાન

વાંસદા તાલુકાના કેટલાક ગામોમાં હાઈવે પર આવેલ પિકઅપ બસસ્ટેન્ડ વર્ષોથી જર્જરિત હાલતમાં હોવાથી ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે બિન ઉપયોગી સાબિત થઈ રહ્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ નક્કર પગલાં ભરવામાં ન આવતા મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે.

વાંસદા તાલુકાના ચારણવાડા, મહુવાસ, હનુમાનબારી, નાની ભમતી, ધરમપુરી, ઉપસળ પાટિયા, કંડોલપાડા (પી.એચ.સી. નજીકનુ) જેવા અનેક ગામોમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલ પિકઅપ બસસ્ટેન્ડ છેલ્લા ઘણા વર્ષોથી ખંડેર અવસ્થાને પગલે બિનઉપયોગી નિવડતા ગ્રામજનો, વિદ્યાર્થીઓ, મુસાફરો અને નોકરિયાત વર્ગોએ ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેમાં હાલ ચોમાસુ ચાલી રહ્યું હોય તે દરમ્યાન મુસાફરોએ બસની રાહ જોવા આવા ખંતિડ અને જર્જરીત બસસ્ટેન્ડ હોવાને કારણે બહાર ખુલ્લામાં ઊભા રહેવાની નોબત આવી છે, તો કેટલાક બસ સ્ટેન્ડમાં ગંદકી અને સાફસફાઈના અભાવે પણ લોકો તેના ઉપયોગ કરવાનું ટાળી રહ્યા છે. હાઇવે પરના કેટલાક પિકઅપ સ્ટેન્ડની ખંડેરતાને પગલે અંંદરના ભાગે પ્રવેશ કરવામાં પણ મુસાફરોને ભય અનુભવાય છે. જોકે ચોમાસાના દિવસોમાં મજબૂરીવશ અંંદર બેસવાની નોબત આવે છે. તેમ છતાં સરકારી તંત્ર દ્વારા આ બાબતે કોઈ જ નક્કર પગલાં લેવાતા નથી. જર્જરીત પિકઅપ સ્ટેન્ડ બિન ઉપયોગી બન્યા હોવાથી મુસાફરોની સતત મુશ્કેલી વધી રહી છે.

જર્જરિત બસ સ્ટેન્ડથી જીવને પણ જોખમ
અમે બસમાં મુસાફરી કરીએ છીએ ત્યારે બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં હોવાથી બસસ્ટેન્ડની બહાર ઉભા રહી બસની રાહ જોવી પડે છે, ઉનાળાના ભયંકર તાપ અને ચોમાસામાં ભારે વરસાદમાં હાલાકી ભોગવવા સાથે જોખમ પણ વધ્યું છે. > મનુભાઈ પટેલ, મુસાફર

અન્ય સમાચારો પણ છે...