ડોક્ટર બનવાનું લક્ષ્ય હાંસલ કર્યુ:દીકરીના ડોક્ટર બનવાના સપનાને માતાએ પરસેવો સીંચીને સાકાર કર્યું

વાંસદા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડો. ક્રિષ્ના પટેલ, MBBS - Divya Bhaskar
ડો. ક્રિષ્ના પટેલ, MBBS
  • નાનપણમાં વારંવાર બીમાર પડતી હતી જેથી જાતે જ ડોક્ટર બનવાનું નક્કી કર્યું

વાંસદા તાલુકાના સીંગાડ ગામે ગરીબ પરિવારમા જન્મેલ ક્રિષ્નાબેન પટેલ સરૈયા પોતાના મામાના ઘરે રહી પ્રાથમિક શિક્ષણ મેળવ્યુ હતુ.અનેક પારિવારિક અને કૌટુંબિક મુશ્કેલીઓ અને બીમારીના કારણે પિતાના અવસાન બાદ પણ હિંમત હાર્યા વિના ડોક્ટર બની પોતાનુ લક્ષ્ય હાંસલ કર્યુ છે.

જશવંતીબેન પટેલ
જશવંતીબેન પટેલ

માતા જશવંતીબેને અનેક સમસ્યાઓનો સામનો કરી પશુપાલન અને પોતાના ખેતરમાં જાતે કામ કરી દીકરીને એમબીબીએસ ભાવનગર મેડિકલ કોલેજમાં પૂર્ણ કરાવી દીકરીને ડોક્ટર બનાવી હાલ કુકેરી પી.એચ.સીમા સેવા આપે છે. અને મેટરનીટી લિવ પર છે.

આ પ્રસંગે ક્રિષ્નાએ જણાવ્યુ હતુ કે હું નાની હતી ત્યારે બીમાર વધુ પડતી હતી જેથી મેં નાનપણથી જ ડોક્ટર બનવાનુ વિચારી લીધુ હતુ. જ્યારે માતા જશવંતીબેને જણાવ્યુ હતુ કે ઘરમાં લાઈટ ન હોય ત્યારે દીવા નીચે બેસાડી પણ દીકરીને અભ્યાસ કરાવ્યો છે.ગરીબોને અહેસાસ થવા દીધા વિના દીકરીની તમામ જરૂરિયાત પૂર્ણ કરી છે.પતિના અવસાન બાદ ભાઈ અને રાનકુવા હાઈસ્કૂલે ઘણી મદદ કરી તેમનો પણ દીકરીને ડોક્ટર બનાવવામાં સિંહ ફાળો છે.

અન્ય સમાચારો પણ છે...