તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:વાંસદાના ધારાસભ્યે ઘોડમાળ પ્રા.આ.કેન્દ્રની મુલાકાત લીધી

વાંસદા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સંક્રમણ અટકાવવા અને જન જાગૃતિ લાવવા અભિયાન

વાંસદા તાલુકામાં કોવિડના વધુ પડતા સંક્રમણને કારણે વાંસદા-ચીખલીના ધારાસભ્ય એ સંક્રમણને અટકાવવા અને જનજાગૃતિ લાવવા ઘોડમાળ પીએચસીની અને આજુબાજુના ગામોની મુલાકાત લીધી હતી. વાંસદા તાલુકામાં કોરોના સંક્રમણને કારણે આરોગ્ય વિભાગની વિશેષ તૈયારી અને ગામોમાં થતા સંક્રમણની જાગૃતિ માટે વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા સ્થળ નિરીક્ષણ માટે ઘોડમાળ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી અને આરોગ્ય સેન્ટરમાં પડી રહેલી હાલાકી અને ડોકટરોના પ્રશ્નો તેમજ સ્થાનિક આરોગ્ય કર્મીઓની રજૂઆતો સાંભળી હતી.

સ્થાનિક પ્રશ્નો જેમાં ફેબીફલૂ દવા, 95-માસ્ક અને હેન્ડ ગ્લોવઝની અછતની રજૂઆત કરવામાં આવી હતી. વાંસદા તાલુકાના પ્રાથમિક આરોગ્ય તંત્ર કોરોનાને માત આપવા માટે સક્રિય છે. માત્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્યકર્મીઓની સમસ્યાને પ્રાધાન્ય આપવામાં આવે. પીપલખેડ વિસ્તારના ગામોના લોકોની જાગૃતિના કારણે કોરોના સંક્રમણ ઓછું થયું છે પરંતુ સ્થાનિક કોરોના જાગૃતિ વધુને વધુ ફેલાવવાની જરૂરિયાત છે. ઘોડમાળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત પ્રસંગે પીપલખેડના માજી સરપંચ અનંત માહલા અને હસમુખભાઈ પટેલ હાજર રહ્યા હતા અને જરૂરી માહિતી ધારાસભ્ય અનંત પટેલને આપી હતી.

જરૂરી સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવાશે
વાંસદાના દરેક પીએચસી સેન્ટરોમાં ફેબીફ્લુ તેમજ પ્રાથમિક જરૂરી સાધનસામગ્રીની હાલ જરૂરિયાત માસ્ક -95, હેન્ડ ગ્લોવ્ઝ, ફેબી ફલૂ તેમજ રેપીડ ટેસ્ટની સંખ્યા વધારવામાં આવે. > અનંત પટેલ, ધારાસભ્ય, વાંસદા-ચીખલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો