તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજાર બેરંગ:હોળીના હાટ બજારને કોરોનાનું ગ્રહણ લાગ્યું

વાંસદા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વાંસદા હોળીના હાટ બજારમાં વેપારીઓ ઘટતા ગ્રાહકોની પણ પાંખી હાજરી

વાંસદા હોળીના હાટ બજારમાં વેપારીઓ સહિત માનવમેદની ઉમટી પડતી હતી પરંતુ આ વર્ષે વાંસદા તાલુકા અને સરદીય વિસ્તાર ડાંગ જિલ્લામાં કોરોનાના કહેરને લઈ આ વર્ષે બજારમાં 50 ટકા જ લોકો હાટ બજારમાં નજરે પડ્યા હતા.વાંસદા તાલુકા અને ડાંગ જિલ્લામાં 95 ટકા આદિવાસી વિસ્તાર છે. આ વિસ્તારના લોકો માટે હોળીનો પર્વ મહત્ત્વપૂર્ણ પર્વ છે. આ વિસ્તારના લોકો હોળી પછી પાંચ દિવસ સુધી કોઈ કામ કર્યા વગર ઘરમાં જ આનંદ માણે છે. હોળીના હાટ બજારમાં ભવાની માતાનું મુખોટુ પહેરીને વાજિંત્રો સાથે નીકળે છે.

લોકો ભવાની માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. દર વર્ષ કરતા આ વર્ષે કોરોનાના કહેરને લઈ મહારાષ્ટ્ર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના વિસ્તારના વેપારીઓ હાટ બજારમાં નહીં આવતા હોળીનો હાટ બજારમાં ઘરાકી નહીં રહેતા વેપારીઓમાં નારાજગી વ્યાપી હતી. કોરોના મહામારીને લઈ લોકો જાતે હાટ બજારમાં આવ્યા ન હતા, જેને લઈ હાટ બજારમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયું હતું અને લોકો માસ્ક વગર દેખાયાં ન હતા. કોઈ અઘટિત ઘટના ન ઘટે તે માટે પોલીસે સઘન પેટ્રોલિંગ કર્યું હતું.

ડાંગ જિલ્લો અને નવસારી જિલ્લાના વાંસદા સહિતના આદિવાસી તાલુકામાં હોળીની ઉજવણી દિવાળી કરતા પણ વધુ ઉત્સાહથી કરવામાં આવે છે, પરંતુ કોરોનાના કેસમાં ફરી ઉછાળો આવતા હોળીની પરંપરાગત ઉજવણીને ઝાંખપ લાગી છે અને રંગોત્સવ બેરંગ બન્યો છે. વાંસદાની હાટબજારમાં દર વર્ષે હોળીમાં વેપાર કરવા વેપારીઓ આવે છે તેમાંથી ઘણા વેપારીઓએ આ વર્ષે આવવાનું ટાળતા હાટબજારની રોનક છીનવાઇ છે. બીજીતરફ લોકોની પણ પાંખી હાજરી દેખાઇ રહી છે. જોકે, કોરોના સંક્રમણની દ્રષ્ટિએ હાટબજારમાં ઓછી ભીડ સરવાળે વાંસદાના રહીશો માટે પોઝિટિવ બાબત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો