તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:સસ્તા અનાજની દુકાનોમાં એક જ મશીન પર લેવાતાં થમ્બથી સંક્રમણનો ભય ફેલાયો

વાંસદા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વાંસદા પંથકમાં મફત અનાજ આપવાની જાહેરાત બાદ લોકોનો મોટા પ્રમાણમાં ધસારો

સસ્તા અનાજની દુકાનમાં અનાજ લેવા આવનાર ગ્રાહકોની બીડ અને એક જ થમ્બ મશીન પર ફિંગર લેવાતી હોવાથી સંક્રમણ થવાની શક્યતાના કારણે લોકોમાં ભયનો માહોલ. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે દિવસેને દિવસે ભારતમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેમાં નવા કેસો પણ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે. જેને લઈ વાંસદા તાલુકાની તમામ સસ્તા અનાજની દુકાનો પર ઓફલાઈન વિતરણ કરવામાં આવે તેવી માંગ લોકો વચ્ચે ઉઠી રહી છે.

વાંસદા તાલુકામાં સસ્તા અનાજની દુકાનો પર ભારે ભીડ જોવા મળે છે. કારણ કે, અંતરિયાળ આદિવાસી તાલુકો છે. જેમાં અહીંના લોકો આર્થિક રીતે એટલા સધ્ધર નથી અને કોરોના મહામારીના કારણે વેપારધંધા પડી ભાંગ્યા બાદ લોકોની સ્થિતિ કફોડી સર્જાઈ છે. જે બાદ લોકોને સસ્તા અનાજની દુકાનમાંથી મળતા અનાજ પર આધાર રાખવો પડે છે, પરંતુ જ્યારે સસ્તા અનાજની દુકાનમાં અનાજ લેવા જાય ત્યારે ત્યાં એક જ મશીન પર બધાના થમ્બ લેવાય છે. જેના કારણે કોરોનાનું સંક્રમણ થવાનો ભય રહે છે. આદિવાસી વિસ્તારમાં જાગૃતિના અભાવે લોકો માસ્ક પહેરે છે, પરંતુ સેનેટાઈઝર સસ્તા અનાજની દુકાન પર મુકવા છતાં વારંવાર કરતા નથી અને તેમને આર્થિક રીતે પણ પોસાતું નથી. જેના કારણે કોરોનાનું સંક્રમણ વધવાનો ભય રહે છે.

કોરોના મહામારીના કારણે ટુંક સમયે સસ્તા અનાજની દુકાનમાં મફત અનાજ આપવાની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે લોકોનો ધસારો મોટા પ્રમાણમાં સસ્તા અનાજની દુકાનો પર જોવા મળશે. આ ઉપરાંત ખરાબ નેટવર્ક કે સર્વરના કારણે પણ કેટલીય લાંબી લાઈનો પણ જોવા મળે છે, જેના કારણે પણ સંક્રમણનો ભય રહે છે. અગાઉ ગયા વર્ષે પણ કોરોના સંક્રમણ હતું, પરંતુ ગામડાઓમાં હાલ જેટલું સંક્રમણ ફેલાયું ન હતું.

લોકોમાં કોરોનાની મહામારીમાં હાયતોબા પોકારી રહ્યા છે. તેમજ જ્યારે લોકો ઓક્સિજનના અભાવે વલખા મારી મૃત્યુ પામી રહ્યા છે. ત્યારે જેમ લોકોમાં સંક્રમણ ઓછું ફેલાય એ તરફ વિચારવું જ યોગ્ય છે. સરકાર દ્વારા આગામી દિવસોમાં અનાજ વિતરણ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવે અને સંક્રમણ ઘટાડી શકાય તેવા પ્રયાસો થાય તે હાલના તબક્કે જરૂરી બન્યું છે.

સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી
અમે સસ્તા અનાજની દુકાનમાં અનાજ લેવા જઈએ છીએ, સર્વર પ્રોબ્લેમ કે નેટવર્ક પ્રૉબ્લેમના કારણે લાંબી લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. જ્યાં સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાતું નથી અને સેનેટાઈઝર પણ ત્યાં મૂકેલું હોવા છતાં જાગૃતિના અભાવે કોઈ ખાસ કરતું નથી. જેના કારણે સંક્રમણનો ભય રહે છે, કોરોનાની મહામારીમાં થોડા સમય માટે પહેલાની જેમ થમ્બ લીધા વગર અનાજ અપાય તો લાંબી લાઈનો નહિ થાય અને સંક્રમણ ના ભયને પણ ઓછો કરી શકાય. > રાશનકાર્ડ ધારક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો