તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:લીમઝર ગામના યુવાનની કેલીયા ડેમમાંથી લાશ મળી

વાંસદા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક મીતની ફાઈલ તસવીર - Divya Bhaskar
મૃતક મીતની ફાઈલ તસવીર
  • મિત્રો સાથે નહાવા જતાં ડૂબી ગયો હતો

વાંસદા તાલુકાના લીમઝર ગામના 5 મિત્ર લીમઝર તરફથી કેલીયા ડેમમાં નાહવા પડ્યાં હતા. જે પૈકી એક મિત્ર ઊંડા પાણીમાં ગરક થતા ે શોધખોળ કરતા બુધવારે વહેલી સવારે યુવાનની લાશ મળી આવી હતી. વાંસદા તાલુકાના કેલીયા ડેમમાં લીમઝર તરફથી સોમવારે સાંજે અંદાજિત 4 કલાકે 5 મિત્ર નાહવા ઉતર્યા હતા. તે પેકી મીત ગોવિંદભાઇ ખોટરિયા (ઉ.વ. 20, રહે. તાનુપાડા ફળિયા, લીમઝર) ઊંડા પાણીમાં ગરક થયો હતો.

આ વાતની ખબર ગામલોકોને થતા પ્રથમ સ્થાનિક તરવૈયાઓએ યુવાનની શોધખોળ કરી હતી પરતું પત્તો નહીં લાગ્યો ન હતો. ઘટનાસ્થળે ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી સહિત ગામના આગેવાનો અને વાંસદા પ્રાંત અધિકારી આર.સી.પટેલ તથા ઈનચાર્જ મામલતદાર મોદી પહોંચી ગયા હતા. તેમણે નવસારી અને ગણદેવીની ડિઝાસ્ટર ટીમને બોલાવી શોધખોળ શરૂ કરતાં બે દિવસ બાદ બુધવારે વહેલી સવારે 5.30 કલાકે ડૂબી ગયેલા મીતની લાશ જે સ્થળે ડૂબ્યો હતો તેનાથી થોડેક દૂર મળી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...