ધારાસભ્યના સરકાર પર ચાબખાં:આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે : અનંત પટેલ

વાંસદા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાંસદા કોંગ્રેસની કારોબારીમાં ધારાસભ્યના સરકાર પર ચાબખાં

વાંસદા તાલુકાના માનકુનિયા ગામે ખોરા ફળિયામાં કોંગ્રેસ સમિતિની કારોબારીની મિટીંગ યોજવામાં આવી હતી. જેમાં નવા વરાયેલા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ શૈલેશભાઈ પટેલ હાજર રહ્યાં હતા. વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે ભાજપ સરકારના ભ્રષ્ટાચાર અને મોંઘવારી અંગે રોષ ઠાલવ્યો હતો. જેમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુના ભાવો, જુઠા વાયદાઓ અને આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ આ ભાજપ સરકાર કરી રહી છે. નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં કોંગ્રેસની સરકાર બનશે. પ્રજા ત્રસ્ત છે, મોંઘવારી માઝા મૂકી છે. કોંગ્રેસ સમિતિ હાલ કોંગ્રેસના સભ્યપદના ફોર્મ ભરશે તેમજ લોકોમાં જનજાગૃતિ લાવવા લોકોના વિસ્તારમાં જઇ જનજાગૃતિના કાર્યક્રમો કરશે.

વિરોધપક્ષના નેતા ચંદુભાઈ જાદવે પણ આદિવાસી વિરોધી સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે સરકાર મફત ગેસ કનેક્શન આપીને ગેસના ભાવ આસમાને ચઢાવ્યા છે. ગ્રાહકોની સબસિડી પણ બંધ કરી નાંખી છે. અમારા વિસ્તારના લોકો ગેસ બંધ કરી ઘરમાં લાકડા સળગાવતા થઈ ગયા છે. જરૂરિયાતમંદ લોકો જાતિના દાખલાઓ માટે વારંવાર કચેરીઓમાં ધરમધક્કા ખાઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રભુભાઈ દેશમુખ, હસમુખભાઇ, અંજના ગામીત, બારૂકભાઈ ચૌધરી, પ્રભુભાઈ, યોગેશ દેસાઈ, અંકિત ગામીત, કેશવભાઈ, નિકુંજ ગામીત સહિતના કાર્યકર્તાઓ સહિત માનકુનિયાના સરપંચ જયંતિભાઈ, દીપકભાઈ, સંજયભાઈએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...