ગુરુપૂર્ણિમાં વિશેષ:આંબાબારી વન વિદ્યાલય પરિવારે છાત્રાની મદદ કરતા અનોખી રીતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી

વાંસદા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આંબાબારી વિદ્યાલયના સભ્યો િવદ્યાર્થીનીનું મકાન ધરાશયી થતા મદદે પહોંચ્યા હતા - Divya Bhaskar
આંબાબારી વિદ્યાલયના સભ્યો િવદ્યાર્થીનીનું મકાન ધરાશયી થતા મદદે પહોંચ્યા હતા
  • માતા વિનાની દીકરી પિતા અને દાદા સાથે રહીને અભ્યાસ કરી રહી છે

વાંસદા તાલુકાના આંબાબારી વનવિદ્યાલયમાં ધોરણ-10મા અભ્યાસ કરતી નવતાડ ગામની મમતાબેન નવીનભાઈ કુંવર જે તેણીનાં દાદા અને પપ્પા સાથે રહે છે. માતા વગરની આ દીકરી આંબાબારી હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. આ વર્ષે એમનું મકાન જમીનદોસ્ત થઈ ગયું હતું.

જેમાં દાદા મકાનની અંદર દબાઈ ગયા હતા. જ્યારે ભારે જહેમતથી એમને હેમખેમ ઉગારી લેવામાં આવ્યા હતા. આ બાબતની જાણ મામલતદાર અને સરપંચને થતા તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ સમાચાર સાંભળી બુધવારે વનવિદ્યાલયના આચાર્ય ડો. કમલેશ ઠાકોરે તરત જ વિદ્યાર્થિનીની મુલાકાત લઈ અનાજની કીટ તથા વાસણો, કપડાં જીવનજરૂરી ચીજવસ્તુ આપવાનો નિર્ણય કર્યો હતો.

સ્ટાફ પરિવાર સાથે એમણે દીકરીનું ભણતર બગડે નહીં એ માટે સ્માર્ટ ફોન આપ્યો હતો. ગરીબ ઘરની દીકરી માતા વિહોણી હોય તમામ જરૂરિયાતો આપવાની હૈયાધારણા આપી છે. વિદ્યાર્થિનીને મદદરૂપ બનવા અન્યને પણ પહેલ કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા શિક્ષણ અધિકારી રાજેશ્રીબેન પણ આ સેવાકીય કાર્ય માટે મદદરૂપ બનશે એમ જણાવ્યું હતું.

આ સાથે વન વિદ્યાલય આંબાબારીએ અનોખી રીતે ગુરુપૂર્ણિમા ઉજવી તે માટે અભિનંદન પાઠવ્યા હતા. નવસારી જિલ્લામાં વરસાદને કારણે મોટી સંખ્યામાં ઘર વિહોણા બન્યા છે. તેમાય નીચાણવાળા િવસ્તારોમાં પાણી ફરી વળતા કેટલાય લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આજીવીકા પણ ગુમાવી છે. તેવા સંજોગોમાં નિરાધાર બનેલા લોકો માટે સેવાકીય સંસ્થાઓ તથા અગ્રણીઓ આગળ આવીને અસરગ્રસ્તોને મદદરૂપ થઇ રહ્યું છે. આવા સંજોગોમાં આંબાબારી વિદ્યાલયની દીકરીને પણ મદદની જરૂર હોય શાળા પરિવારે તેની મદદ કરી આર્થિક ભાર હળવો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...