આવેદન:વાંસદામાં તલાટી કમ મંત્રીઓએ મામલતદાર અને પ્રાંતને આવેદન

વાંસદા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારે 2021માં નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી

વાંસદા તાલુકાના તલાટી કમ મંત્રીઓ મંગળવારથી અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયા હતા. તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્નોના મુદ્દે મામલતદાર સહિત પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કરી હડતાળની જાણ કરી હતી.

વાંસદા તાલુકાના તલાટી કમ મંત્રીઓએ મામલતદાર મનસુખભાઈ વસાવા અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કરી હડતાળ ઉપર જવાની જાણ કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા વર્ષ-2018થી સતત લેખિત રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા પડતર પ્રશ્નોનું યોગ્ય નિકાલ નહી લવાતા આગળ પણ તમામ તલાટી કમ મંત્રીનો 2021માં હડતાળની ચીમકી આપતા સરકારે ટૂંક સમયમાં પ્રશ્નોનો નિરાકરણ લાવવાની બાંહેધરી આપી હતી. જેને લીધે હડતાળ મોફૂક રાખી હતી.

વારંવાર રજૂઆત બાદ પણ સરકાર એકપણ પ્રશ્નનું નિરાકરણ નહીં લાવતા રાજ્ય તલાટી મંત્રી મહામંડળની કારોબારીમાં ઠરાવ મુજબ વાંસદા તાલુકાના તમામ તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદત હડતાળ ઉપર જવાનું નક્કી કરી દેશહિતના કામ સિવાય બીજી કામગીરીનો બહિષ્કાર કરી મંગળવારથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતર્યા હતા. આ હડતાળના પગલે ઘણાં લોકોની કામગીરી અટવાશે અને લોકો મુશ્કેલીને સામનો કરવો પડશે.

અન્ય સમાચારો પણ છે...