તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વાંસદા પંથકમાં પોપટને પાંજરે પુરનારા 9 સામે કડક કાર્યવાહી

વાંસદા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પહાડી પોપટ, ટુઇ તથા સુડા પોપટ કબજે લેવામાં આવ્યાં

વાંસદા પૂર્વ તથા વાંસદા પશ્ચિમ રેંજ અને ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાને વાંસદા ગામમાં વન્યપ્રાણી પોપટને શોખ ખાતર બંદી બનાવી પાંજરે પુર્યા છે, એવી બાતમીને પગલે વન વિભાગના વાંસદા પૂર્વ આરએફઓ ચેતનભાઈ પટેલ, વાંસદા પશ્ચિમ આરએફઓ જે.ડી.રાઠોડ, મિલનભાઈ સોલંકી, હેમંતભાઈ પટેલ સહિત વનકર્મીઓ સંસ્થાના સભ્યો રાજેશ ભાવસાર, નીરવ તડવી, ભાવેશ પંચાલે સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન જુદી-જુદી જગ્યાએથી પહાડી પોપટ, ટુઈ તથા સુડા પોપટ એમ કુલ 27 પોપટ કબજે કરી 9 શખસની અટક કરી હતી.

પાંજરે પુરનારા સામે પગલાં લેવાશે
વાંસદા પૂર્વ તથા વાંસદા પશ્ચિમ રેંજ અને ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાને મળેલ માહિતીના આધારે વાંસદા ગામમાં વન્યપ્રાણી પોપટની પોતાના શોખ ખાતર પાંજરે પુર્યા છે, એવી બાતમી મળતાં સંયુક્ત સર્ચ ઓપરેશન સોમવારે હાથ ધર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન જુદી જુદી જગ્યાએથી 27 પોપટ કબજે કર્યા હતા. વન વિભાગે પોપટને પાંજરે પુરનારા સામે કાર્યવાહી કરી હતી. > જે.ડી.રાઠોડ, આરએફઓ, વાંસદા પશ્ચિમ

અન્ય સમાચારો પણ છે...