તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સાપુતારા-બીલીમોરા બસ બ્રેક- ડાઉન થતા 65 મુસાફરો અટવાયા

વાંસદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાંસદામાં ટાયર પંચર થતાં વેઠવી પડેલી હાલાકી

વાંસદા ડેપોમાં સાપુતારાથી બીલીમોરા જતી એસ.ટી.બસ બ્રેકડાઉન થતા વાંસદા અને બસમાં મુસાફરી કરનાર 60 થી 65 મુસાફરો અટવાયા હતા. વાંસદા એસટી ડેપોથી સવારે 9 થી 10ની વચ્ચે બીલીમોરા માટે એસ.ટી.બસ નહીં હોવાથી મુસાફરો હાલાકી ભોગવી રહ્યાં છે.

વાંસદા તાલુકો 95 ટકા આદિવાસી વિસ્તાર ધરાવે છે. અહીંથી સવારે મોટી સંખ્યામાં નોકરિયાતો અને શાળા-કોલેજમાં જતા વિદ્યાર્થીઓ તેમજ વેપારીઓ પોતપોતાના કામે જતા હોય છે. સવારે 9 થી 10 વાગ્યાના ગાળામાં બીલીમોરા તરફ જવા માટે કોઈ એસ.ટી.બસ નહીં હોવાથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડે છે. બીલીમોરા ડેપો મેનેજરના જીદ્દી વલણને લઈ ખાનગી વાહનોવાળા એનો લાભ લઇ રહ્યાં છે. એસ.ટી.બસ નહીં હોવાથી મુસાફરો ખાનગી વાહનનો ઉપયોગ કરી રહ્યાં છે.

બુધવારે સવારે 9.10 વાગે ઉપડતી સાપુતારા-બીલીમોરા એસ.ટી.બસનું ટાયર પંચર થતા અંદાજિત 60 થી 65 મુસાફરો અટવાયા હતા. બીલીમોરા ડેપોમાંથી મુસાફરો માટે કોઈ વ્યવસ્થા નહીં કરી રઝળતા મૂકી દેવાતા મુસાફરોમાં રોષની લાગણી ફેલાઇ હતી.

મુસાફરોને ખાનગી વાહનમાં મુસાફરી કરવી પડે છે
છેલ્લા કેટલાક દિવસોથી વાંસદાથી બીલીમોરા-ચીખલી તરફ જવા સવારે 9 થી 10 વાગ્યાના ગાળામાં કોઈ બસ નહીં મુકાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. બીલીમોરા ડેપો મેનેજરના જીદ્દી વલણને લઈને મુસાફરોને ખાનગી વાહનમાં મુસાફરી કરવાની નોબત આવે છે. > મનુભાઈ પટેલ, ડેઈલી અપડાઉન કરનાર

અન્ય સમાચારો પણ છે...