સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ:આદિજાતિ બાળકોનો હક છીનવવાની કોશિશ થશે તો સાખી નહીં લેવાય : મંત્રી

વાંસદા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્પર્ધાત્મક પરીક્ષા માટે 100 યુવક-યુવતીને તાલીમ

વાંસદા કુંકણા સમાજ ભવનમાં ડાંગ જિલ્લાના આદિજાતિ બાળકો માટે સંકલિત આદિજાતિ વિકાસ પ્રાયોજના કચેરી આહવા દ્વારા આયોજિત પૂર્વ પોલીસ-આર્મી ભરતી સાથે સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગમાં અંદાજિત 100 જેટલા આદિજાતિ યુવક-યુવતીઓ જે ધોરણ-12 પાસ કે તેથી વધુ ભણેલા વિદ્યાર્થીઓ માટે મહારાજા સયાજીરાવ ગાયકવાડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છેલ્લા 45 દિવસથી તાલીમ વર્ગ શરૂ થયા હતા. જેની મુલાકાત માટે આદિજાતિ વિકાસ અને અન્ન નાગરિક પુરવઠાના કેબિનેટ મંત્રી નરેશભાઇ પટેલ તાલીમર્થીઓની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે નરેશભાઇ પટેલે તાલીમાર્થીઓને શુભકામના પાઠવી હતી અને આ તાલીમ બાદ પણ તમે ઘરે જઈને પણ રોજ પ્રેક્ટિસ ચાલુ રાખજો. ટૂંક સમયમાં ગુજરાત પોલીસની ભરતી આવી રહી છે. આદિજાતિના વિદ્યાર્થીઓ માટે સરકાર તરફથી ઘણા તાલીમ વર્ગો ચાલુ છે જેનો લાભ મેળવજો.

આદિજાતિના બાળકોના મોઢામાંથી કોઈ કોળિયો છીનવી લે તે સાંખી નહીં લેવા એનો હકનો એને મળવો જોઈએ. આ પ્રસંગે ભાજપ પ્રમુખ શાંતુભાઈ ગાવિત, વિરલભાઈ વ્યાસ, પ્રધ્યુમનસિંહ સોલંકી, વાંસદા સરપંચ હિનાબેન પટેલ, ડે. સરપંચ ધર્મેન્દ્રસિંહ સોલંકી, પ્રાંત અધિકારી આર.સી.પટેલ, પ્રાયોજના વહીવટદાર એમ.એલ.નલવાયા, ભગોરા સહિત ટ્રેનરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...