વાંસદા તાલુકામાં હાલમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતીય જેમાં ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસના ધારાસભ્યને હરાવવા માટે એડી ચોંટીનો જોર લગાવ્યું હતું પરંતુ ભાજપના ધારાસભ્યને આંતરિક ખેંચતાણને લઈને હારનો સામનો કરવો પડ્યો હતો. જેથી શાસક પક્ષના નેતાએ નૈતિક જવાબદારી સ્વીકારી જિલ્લા ભાજપ પ્રમુખને શાસક પક્ષના નેતા તરીકે પદેથી રાજીનામુ મોકલતા ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
વાંસદા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસના ઉમેદવાર અંનત પટેલને હરાવવા માટે નાયબ મામલતદાર પિયુષ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા અને બન્ને વચ્ચે રસાકસી ભર્યો જંગ ખેલાયો હતો. ભાજપે વાંસદા બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લેવા માટે એડી ચોટીનું જોર લગાવ્યો હતો અને તાલુકા માંથી કેટલાક વજન વગરના હોદ્દેદારોને ભાજપનો ખેંસ પહેરાવી ભાજપમાં જોડયા હતા.
જીત તરફનો માહોલ બનાવ્યો હતો, પરંતુ અપને ને હી અપને કો હરાયા જેવો ઘાટ સર્જાયો હતો. આ વિધાનસભામાં હાર બાદ પણ બીજા કોઈ હોદ્દેદારોએ રાજીનામુ આપવાનું તો દૂર નૈતિક જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. જેને લઇને નવસારી જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા શિવેન્દ્રસિંહ સોલંકીએ જિલ્લા પ્રમુખ ભૂરાલાલ શાહને રાજીનામુ આપતા ભાજપ સંગઠનમાં હડકંપ મચી જવા પામ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.