કામ શરૂ:વાંસદા તાલુકાના મોટી વાલઝરમાં રોડ બનાવવાનું કામ શરૂ કરાયું

વાંસદા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસામાં દર્દીઓ માટે ઝોળી બનાવી હોસ્પિટલમાં જવું પડતું હતું

વાંસદા તાલુકાના મોટી વાલઝર ગામે જિલ્લા પંચાયત રસ્તાથી સામરા ફળિયા તરફ જતા રસ્તાનું સરપંચે અંદાજિત 5 લાખના ખર્ચે બનાવાનું ખાતમુહૂર્ત કરતા વર્ષોજૂની સમસ્યાનું નિરાકરણ આવતા લોકોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો.

વાંસદા તાલુકાના મોટી વાલઝર ગામે જિલ્લા પંચાયત રસ્તાથી સામરા ફળિયાને જોડતો રસ્તો છેલ્લા ઘણાં સમયથી બિસ્માર બનતા વરસાદની સિઝનમાં આ વિસ્તારના લોકો બીમાર પડે ત્યારે ઝોળી બનાવીને દર્દીને 500 મીટર સુધી બહાર લાવતા હતા. જેને ધ્યાનમાં રાખી ગામના સરપંચ દર્શનાબેન પટેલે ડે. સરપંચ અર્જુનભાઈ તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં અંદાજિત 5 લાખના ખર્ચે રસ્તો બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરતા આ વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો.

વરસો જૂની સમસ્યાનો અંત આવશે
મોટી વાલઝર ગામે સામરા ફળિયામાં જતો રસ્તો વર્ષોથી બિસ્માર હતો અને વરસાદની સિઝનમાં લોકો બીમાર પડે ત્યારે 500 મીટર સુધી ઝોળી બનાવીને હોસ્પિટલ લઈ જવું પડતું હતું. આ રસ્તાનું કામ શરૂ કરતાં વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ આવશે. આ વિસ્તારના લોકો સરપંચનો દર્શનાબેન આભાર વ્યક્ત કર્યો હતો. > સંદિપભાઈ પટેલ, સ્થાનિક, મોટીવાલઝર

અન્ય સમાચારો પણ છે...