તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:STમાં પડતી મુશ્કેલી અંગે જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતાને રજૂઆત

વાંસદા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વલસાડ એસટી કંટ્રોલના અધિકારીને યોગ્ય કરવા જણાવ્યું

વાંસદામાં એસટીની અવારનવારની સમસ્યાને ધ્યાનમાં રાખીને એસટીમાં મુસાફરી કરતા સ્થાનિક લોકોએ વાંસદાના આગેવાન અને જિ.પં.ના શાસક પક્ષના નેતાને રજૂઆત કરી હતી. જેને પગલે તેમણે એસટી વિભાગને ફરિયાદ કરી હતી.

ગુજરાત એસ.ટી નિગમ દ્વારા જાહેર જનતા માટે વાહન વ્યવહારની સુવિધા આપવામાં આવે છે, જોકે કેટલાક બસ ચાલકોની વૃત્તિને કારણે વાંસદા પંથકના શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત લોકો આ સુવિધાથી વંચિત રહી જતા હોય છે. વહેલી સવારે શાળામાં જવા સ્કૂલ યુનિફોર્મ સાથે ઉભેલા વિદ્યાર્થીઓએ વલસાડથી આહવા જતી બસ અને બીલીમોરા-આહવા બસને હાથ બતાવવા છતાં ચાલકે બસને ઉભી ન રાખી પૂરપાટ ઝડપે દોડાવી મૂકી હતી. રોજબરોજ આવી ફરિયાદને લઈને આવા બસચાલકોને કારણે યોગ્ય સમયે શાળામાં ન પહોંચતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડે છે. લોકોને સમયસર કામની જગ્યાએ પહોંચવા ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે.

અવારનવાર જોવા મળતી આ પ્રકારની સમસ્યા અને બસના ચાલકોની વર્તણુકને લઈને એસટીમાં મુસાફરી કરતા સ્થાનિક લોકોએ વાંસદાના આગેવાન અને જિલ્લા પંચાયતના શાસકપક્ષના નેતા શિવેન્દ્રસિંહ સોલંકીને રજૂઆત કરી હતી. તેમણે એસટી વિભાગ વલસાડના કંટ્રોલના અધિકારીને આવા ચાલકો દ્વારા થતી આ પ્રકારની બેદરકારી ચલાવી નહીં લેવા યોગ્ય સૂચના આપી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ સાથે બીલીમોરા, નવસારી, વલસાડથી આવતી તમામ રૂટ પરની બસ પેસેન્જરોનું ધ્યાન રાખે એ જરૂરી છે એવું પણ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો