કાર્યવાહી:મીંઢાબારી બ્લાસ્ટ કેસમાં રિમાન્ડ પૂર્ણ, આરોપીઓ કસ્ટડીમાં ધકેલાયા

વાંસદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વરરજાના ઘરે ગીફ્ટમાં આવેલા ટેડીબેરમાં બ્લાસ્ટ થયો હતો

વાંસદા તાલુકાના મીંઢાબારી ગામે રહેતા વરરાજા લતેશ ભાયકુભાઈ ગાંવિત (ઉ.વ. 28) અને ભત્રીજો જીયાંશ (ઉ.વ.3)એ લગ્નમાં આવેલી ગીફટ ચેક કરતા હતા ત્યારે ગીફટમાં આવેલી ટેડીબેરમાં બ્લાસ્ટ થયો હતો. જેને લઈને લતેશ અને જીયાંશને ઈજા પહોંચતા વાંસદા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં લતેશની બન્ને આંખો ડેમેજ હોવાથી સારવાર હેઠળ છે.

આ ગીફ્ટ વરરાજાના લતેશની સાળી જાગૃતિના પ્રેમી કંબોયાનો રાજેશ પટેલે પુત્રી જેનાલી અને પ્રેમિકા જાગૃતિની હત્યા કરવા માટે મિત્ર મનોજ પટેલ (રહે. કુકેરી) પાસેથી ડિટોનેટર ટોટો મંગાવી ટેડીબેરમાં ફીટ કરીને ગીફ્ટ તરીકે મોકલાવ્યું હતું. પોલીસે તપાસ કરતા મનોજે આ ડિટોનેટર રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજુ (રહે. બુહારી) પાસેથી લીધો હોવાનું જણાવતા પોલીસે તમામની અટક કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતા. તમામ આરોપીના રિમાન્ડ પૂરા થતાં જેલમાં ધકેલાયા હતા.

ઇજાગ્રસ્તોની સારવાર માટે લોકોની આર્થિક મદદ
વાંસદા તાલુકાના મીંઢાબારી ગામે બ્લાસ્ટ કેસમાં ઘાયલોની મદદ માટે બાંકડા ગ્રુપના પ્રમુખ નીતિનભાઈ ચંચેતીએ મદદ માટે સોશિયલ મીડિયામાં અપીલ કરી હતી અને બાંકડા ગ્રુપની એમ્બુલન્સ પણ સેવામાં આપી હતી. આ અપીલને લઇ વાંસદા બજાર સહિત તાલુકાના લોકોએ ઘાયલોની મદદ માટે ઓનલાઇન એકાઉન્ટમાં રાશિ જમા કરાવી હતી અને બાંકડા ગ્રુપના પ્રમુખ હોસ્પિટલમાં જઈ રૂબરૂ પહોંચી મદદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...