તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:વાંસદામાં જૂજ નહેરમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા ખેડૂતોને રાહત

વાંસદા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
જૂજ ડેમમાંથી નહેરમાં પાણી છોડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. - Divya Bhaskar
જૂજ ડેમમાંથી નહેરમાં પાણી છોડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
 • શિયાળુ પાક લેવા માટે ખેડૂતોએ પાણીની માંગ કરી હતી

વાંસદા તાલુકામાં ખેડૂતોના જીવાદોરી સમાન બે ડેમ આવેલા છે. હાલ વરસાદની સિઝન પુરી થતા ખેડૂતોના શિયાળુ પાક લેવા માટે નહેરના પાણીની ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખી જૂજ ડેમમાંથી નહેરમાં પાણી છોડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.વાંસદા તાલુકામાં ખેડૂતો માટે પાણી સંગ્રહ કરવા જૂજ અને કેલીયા ડેમ આવેલા છે. હાલમાં વરસાદની સિઝન પૂરી થતા તાલુકાના ઘણાં ખેડૂતોને શિયાળુનો પાક લેવા પાણીની સખત જરૂરત હોવાથી પિયત મંડળીઓ દ્વારા જૂજ ડેમના નાયબ કાર્યપાલકને રજૂઆત કરાઈ હતી. આ રજૂઆતને પગલે આ વર્ષનું પ્રથમ રોટેશન પિયત મંડળીના પ્રમુખ તથા ખેડૂતોએ પૂજા અર્ચના કરી નહેરમાં પાણી છોડતા નહેરના પાણી પર નિર્ભર રહેતા ખેડૂતોને સિંચાઈનું પાણી મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

ચાલુ વર્ષનું પ્રથમ રોટેશન શરૂ કર્યું છે
વાંસદા તાલુકાના જૂજ ડેમ વિસ્તારના ખેડૂતોની માંગણીને ધ્યાનમાં રાખી ચાલુ વર્ષનું પ્રથમ રોટેશન શરૂ કર્યું છે. જેના થકી ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળશે. - આર.આર.ગામીત, ના.કા.ઈ., જૂજ નહેર વિભાગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો