તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોમાં ખુશી:તોરણીયા ડુંગર પાસેના લો લેવલ પુલની કામગીરી હાથ ધરાતા રાહત

વાંસદા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ અંગેનો અહેવાલ 6 જૂને ભાસ્કરમાં પ્રસિદ્ધ થયો હતો

વાંસદાથી સરાને જોડતા રસ્તા પર આવેલા તોરણીયા ડુંગર પાસેનો લો લેવલ પુલની ધીમી ગતિએ ચાલતી કામગીરીનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયો હતો. આ અહેવાલને પગલે તંત્રએ કામ શરૂ કરતાં લોકોમાં ખુશી ફેલાઈ છે.

વાંસદા તાલુકાના સરા જતા રસ્તા પર તોરણીયા ડુંગર નજીક આવેલો લો લેવલ પુલનું કામ છેલ્લા ઘણાં સમયથી ધીમી ગતિએ કરાતા લોકોમાં રોષ ફેલાયો હતો. આ અંગેનો અહેવાલ 6 જૂને દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયો હતો. આ અહેવાલ પ્રસિદ્ધ થતા જ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું અને લો લેવલ પુલની કામગીરી પૂરજોશમાં શરૂઆત કરી હતી. આ કામગીરી શરૂ કરાતા વરસાદ પડે તે પહેલાં કામગીરી પૂર્ણ થવાની આશાએ આ વિસ્તારના લોકોમાં ખુશી ફેલાઈ હતી.

આ કામગીરી જો વરસાદ પહેલા પૂર્ણ ન કરાશે તો ચોમાસામાં લોકોને હાલાકિનો સામનો કરવાનો આવશે એમાં બેમત નથી. આ લો લેવલ પુલની કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ કરાઈ એવી આ વિસ્તારના લોકોમાં માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...