ભાસ્કર ઈમ્પેક્ટ:ઉનાઇ નજીક કોષખાડીના પુલની સાઇડ પર પડેલા ખાડાની મરામત કરાતા રાહત

ઉનાઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઉનાઈ કોષ ખાડી પર કામગીરી - Divya Bhaskar
ઉનાઈ કોષ ખાડી પર કામગીરી
  • પુલની સાઇડના ખાડાથી વાહનચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા
  • દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી

વાંસદાથી ઉનાઈ થઈ પસાર થતો વાપી-શામળાજી હાઇવે પર કોષ ખાડીના પુલની સાઈડમાં રેલિંગ પાસે માટી ધોવાણને કારણે પુલને અડીને મસમોટો ખાડો પડ્યો હતો. આ અંગેનો અહેવાલ 6ઠ્ઠી જૂને દિવ્ય ભાસ્કરમાં છપાયા બાદ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી.

વાપી-શામળાજી હાઇવે 24 કલાક વ્યસ્ત હાઇવે હોય અહીંથી લોડિંગ વાહનો, કાર તેમજ દ્વિચક્રી વાહનો મોટી સંખ્યામાં પસાર થતા હોય છે. નજીકમાં પવિત્ર યાત્રાધામ ઉનાઈ તેમજ સાપુતારા હિલ સ્ટેશન જેવા અનેક ફરવાલાયક સ્થળો આવેલા હોવાથી અહીં પર્યટકો પણ મોટી સંખ્યામાં આ હાઇવે પર વાહનો લઇ હરવા ફરવા આવતા હોય છે.

જેથી કોષ ખાડીના પુલની રેલિંગની બાજુમાં પડેલા મસમોટા ખાડાને કારણે મોટા અકસ્માતો થવાની સંભાવના વર્તાઈ રહી હતી. ભૂતકાળમાં પણ આ પુલ પર અનેક અકસ્માતો થયા હોવાનું જાણવા મળ્યું છેય પુલની બાજુમાં પડેલા ખાડા અંગે દિવ્ય ભાસ્કરમાં 6ઠ્ઠી જૂને અહેવાલ છપાયા બાદ તંત્ર દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી કરી વાહનચાલકોને પડી રહેલી મુશ્કેલીનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. જેને પગલે ત્યાથી પસાર થતા વાહનચાલકોની મુશ્કેલીનો અંત આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...