તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:અપમૃત્યુ કેસમાં ન્યાયની માગ સાથે MLAની ગૃહમંત્રીને રાવ, વાંસદા

વાંસદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ચીખલી પોલીસ સ્ટેશનમાં આદિવાસી યુવકોના અપમૃત્યુ માટે ન્યાયની માંગ સાથે ધારાસભ્ય અનંત પટેલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં ડાંગ જિલ્લાના બે યુવકોના અપમૃત્યુએ ચકચાર મચાવી હતી. આ આદિવાસી યુવકોને ન્યાય અપાવવા અનેક સામાજિક આગેવાનો આગળ આવ્યા છે તેમજ આદિવાસી યુવકોને ન્યાય અપાવવા એક લડત આદરી દેવાઈ હતી. વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે કેબિનેટ કક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને લેખિતમાં રજૂઆત કરી હતી.

તેમણે કાર્યવાહી કરવામાં ઘણો જ લાંબો સમય લાગી રહ્યો છે તેને લઈને પણ ઘણા આક્ષેપો કરીને નિષ્પક્ષ તપાસ થાય એના માટે આ કેસ એસઆઈટી નિમી સોંપવા માંગ કરી હતી. આ ઉપરાંત તપાસ એજન્સી બદલવાની સાથે આ કેસમાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલિક ડીસમીસ કરવાની માંગ કરી હતી.

ગુજરાત સરકારે બે આદિવાસી યુવાનની હત્યા બાદ ભોગ બનનાર પરિવારને કોઈ જ સહાય કરી નથી તેમજ આશ્વાસનના બે શબ્દો પણ કહ્યાં નથી તો શું આ સરકાર આદિવાસીઓ પ્રત્યે આવી સંવેદનશીલ છે ? દરેક પરિવારને વળતર અને સહાય પેટે એક કરોડ રકમ આપવાની માંગ, અજાણ્યા શખસો ભોગ બનનાર પરિવારને ધાક ધમકી, લાલચ આપી રહ્યા છે, તો ભોગ બનનાર પરિવારને તાત્કાલિક રક્ષણ આપવાની માંગ તેમજ રજૂઆત કરનારને પોલીસ ખોટી રીતે હેરાન નહીં કરે તેવી માંગ પણ ધારાસભ્ય અનંત પટેલ દ્વારા કરવામાં આવી હતી.

આ સાથે જ વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આદિવાસીને અન્યાયના વિરુદ્ધમાં આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરાવવા સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજ પોલીસ સ્ટેશનોને તાળાબંધી અને જરૂર પડ્યે વિધાનસભા ઘેરાવ સહિતના આશ્ચર્યજનક કાર્યક્રમો કરવાની ફરજ પડશે. હવે જોવું રહ્યું આ કેસ કઈ તરફ વળાંક લે છે ?

અન્ય સમાચારો પણ છે...