આવેદન:આિદવાસી વિસ્તારોમાં નાના ડેમો બનાવી તેમના હિતોનું રક્ષણ કરો; આિદવાસી સેના

વાંસદા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાર, તાપી-રિવર લિ. યોજનાનો વિરોધ

વાંસદા તાલુકા આદિવાસી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ ડો. પંકજ પી.પટેલ, વાંસદા તાલુકા આદિવાસી સેનાના પ્રભારી વિશાલ બી.પટેલ (દોલધા), મંત્રી કલ્પનાબેન આર.પટેલ (દોલધા), કાર્યકર્તા રામુભાઈ કનબી, રૂપાબેન કુંનબી સહિતના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં રાજ્યપાલને સંબોધીને મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે તાજેતરમાં ગુજરાત રાજ્યના દક્ષિણ ગુજરાત વિસ્તારમાં પાર-તાપી-રિવર લિ. યોજના બનાવવા માટે હિલચાલ ચાલી રહી છે.

ભૂતકાળમાં ગુજરાત રાજ્યમાં આજદિન સુધી મોટાભાગના ડેમો બનાવવાના પ્રોજકટો આદિવાસી વિસ્તારમાં આવેલા છે, જેમાં આદિવાસીઓને ખુબ જ અન્યાય થયા છે. વિસ્થાપન અને વળતરને લગતા પાયાના પ્રશ્નો ઉપસ્થિત થયા છે ત્યારે ભારત દેશના બંધારણ માની અનુસૂચિ-5 મુજબ આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓના હિતનું રક્ષણ કરવાની જવાબદારી શિરે હોય છે અને આદિવાસી વિસ્તારોમાં કાયદો વ્યવસ્થા અને ગુડ ગવર્નન્સ અંગેની જબાબદારીના અનુસૂચિ-5ના ભાગરૂપે વિનંતી છે કે આદિવાસી વિસ્તારોમાં નાના ડેમો બનાવીને તેનું પાણી આદિવાસી વિસ્તારોમાં જ વાપરવામાં આવે તે બાબતે વિચારીને આદિવાસીઓના હિતોનું રક્ષણ થાય તેવી વિનંતી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...