દારૂ જપ્ત:હનુમાનબારી ગામ પાસે ટેમ્પોમાંથી પોલીસને 1.75 લાખનો દારૂ મળ્યો

વાંસદા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાંસદા પોલીસને જોતા ટેમ્પા ચાલક અંધારામાં ભાગી ગયો

વાંસદા પોલીસે બાતમીના આધારે હનુમાનબારી ગામ પાસે વોચ રાખતા બાતમી વાળી પિક અપ ટેમ્પો આવતા ઉભો રખાવતા ટેમ્પો ચાલક અને ક્લીનર અંધારાનો લાભ લઇને ભાગી ગયા હતા. ટેમ્પોમાંથી રૂપિયા 1 લાખ 75,200નો ઈંગ્લીશ દારૂ પકડી પાડ્યો હતો.

વાંસદા તાલુકાા હનુમાનબારી વાંસદા થઈ મહારાષ્ટ્રથી સાપુતારા થઈ એક પિકઅપ ટેમ્પોમાં ઈંગ્લીશ દારૂ ભરીને સુરત તરફ જનારની બાતમી નિલેશ અરવિંદભાઈને મળી હતી. બાતમીના આધારે અ.પો.કો. સુનિલ, નીતિન, સંદિપએ હનુમાનબારી નાકા પોઈટ ઉપર આવી શશીકાંત અને પ્રવીણને બાતમીની હકીકત જણાવી ખાનગી વાહનો સાઈડમાં ઉભા રાખી ચેકિંગ કરી રહ્યા હતા. એ દરમિયાન બાતમી વાળો પિકપ ટેમ્પો નમ્બર એમએચ.15.જીવી.1587નો ચાલક આવતા લાકડી વડે ઉભો રખાવાનો ઈશારો કરતા ટેમ્પો થોડેક દૂર લઈ જઇ ભાગવા જતા પોલીસના માણસો પકડવા જતા અંધારા નો લાભ લઇ ભાગી ગયો હતો. ટેમ્પોના પાછળના ભાગે તપાસ કરતા દુર્ગધ મારતી શાકભાજીના થેલાઓના નીચે ઈંગ્લીશ દારૂની નાની મોટી 252 બોટલી જેની કિંમત રૂપિયા 1,75,200 અને પિકપ ટેમ્પોની કિંમત રૂપિયા 2,50,000 કુલ મળીને રૂપિયા 4, 25,200નો મુદ્દામાલ કબ્જે કરી ચાલકના પુરા નામ ઠામની ખબર નથી તથા માલ ભરાવનાર અને માલ લેનારને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ વાંસદા પોલીસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...