નિર્ણય:વાંસદાની કોટેજ હોસ્પિટલમાં તાત્કાલિક 9 નર્સની ભરતી કરાતા દર્દીઓ રાહત અનુભવશે

વાંસદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વાંસદા તાલુકો 95 ટકા આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. આ વિસ્તારની જનતા સરકારી હોસ્પિટલ ઉપર નિર્ભર રહે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી નવનિર્મિત કોટેજ હોસ્પિટલમાં સ્ટાફ ઘટને લઈ રાતના સમયે માત્ર 2 નર્સ અને એક મેડિકલ ઓફિસર ત્રણ માળ અને ત્રણ વોર્ડમાં 70થી 80 દર્દીઓ વચ્ચે કામ કરી રહ્યા હતા. જેની ફરિયાદ જિલ્લા કલેકટરને દિવ્યભાસ્કરના પ્રતિનિધીએ કરતા અને અહેવાલ દિવ્યભાસ્કરમાં 13 ઓક્ટોબરના રોજ છપાતા 9 નર્સની નિયુક્તિ કરતા ડોક્ટરો સહિત દર્દીઓમાં ખુશીની લહેર ફેલાઈ હતી.

વાંસદા તાલુકો 95 ટકા આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. આ વિસ્તારનાના લોકો માટે 120 બેડની નવનિર્મિત હોસ્પિટલ અદ્યતન બનાવી શરૂ કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સ્ટાફ ઘટને લઈ હોસ્પિટલમાં દર્દીઓ સહિત ડોકટરોને બહુજ તકલીફ પડી રહી હતી. દર્દીઓ સાથે ડોક્ટરોના ઘર્ષણ થઈ રહ્યા હતા.

તારીખ 12 ઓક્ટોબરના રોજ દિવ્યભાસ્કરના પ્રતિનિધિ રાતના 7.00 કલાકે મુલાકાત લેતા રાતના સમયે 2 નર્સ અને એક મેડીકલ ઓફિસર ત્રણ માળ અને ત્રણ વોર્ડમાં 70 થી 80 દર્દીઓ વચ્ચે પહોંચી વળી શકે એમ નથી અને દર્દીઓના રિવ્યુ લીધા પછી દર્દીઓએ જણાવ્યું હતું, કે બોટલ પુરી થાય ત્યારે નર્સને બોલવવા વારંવાર જવું પડે છે. ઘણીવાર બોટલમાં પાછું ખૂન ચઢી જાય છે. તમામ હકીકત જિલ્લા કલેકટર અમિતપ્રકાશ યાદવને ફોન ઉપર હકીકત જણાવતા તાત્કાલિક ધોરણે પ્રાંત અધિકારીને મોકલી ડોક્ટરો સાથે ચર્ચા કરી હકીકત મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...