તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વાંસદા ડેપોમાં રાત્રે અંધારપટ છવાતા મુસાફરોને ભારે હાલાકી

વાંસદા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોચમેનનો અભાવ, લાઇટ ચાલુ કરનાર વ્યક્તિ જ નથી

વાંસદા તાલુકો 95 ટકા આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. અહીં લોકો રાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં એસટી બસમાં મુસાફરી કરતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક દિવસથી વોચમેન નહીં હોવાના કારણે રાત્રિના સમય લાઈટો શરૂ નહીં કરાતા મુસાફરોમાં રોષ ફેલાવા પામ્યો હતો.

વાંસદા તાલુકાનો નવો એસ.ટી.ડેપોમાં મહારાષ્ટ્ર સહિત ગુજરાતની મોટી સંખ્યામાં બસ આવતી જતી હોય છે. છેલ્લા કેટલાક સમયથી લોકડાઉનને લઈ મહારાષ્ટ્ર તરફ જતી એસ.ટી. બસ બંધ હતી. હાલમાં છૂટછાટ અપાતા આંતરરાજ્ય બસો શરૂ થઈ છે. એસ.ટી.ડેપો ગામથી બહારના વિસ્તારમાં આવેલો છે.

આ વિસ્તારમાં રેલ કે પ્રાઇવેટ બસો ચાલતી નહીં હોવાથી માત્ર એસ.ટી. બસ પર આ વિસ્તારના લોકો નિર્ભર રહે છે. વળી છેલ્લા કેટલાક સમયથી એસટી ડેપોમાં વોચમેન નહીં હોવાથી રાત્રિના સમયે ડેપોની લાઈટ ઘણાં સમયથી બંધ રહે છે. એસ.ટી.બસના ડ્રાઇવર-કંડકટરો વહેલા પહોંચી જાય તો શરૂ કરે નહીં તો મોડી રાત સુધી લાઈટ બંધ રહેવાને કારણે જાનવરોને મુસાફરોને જીવનું જોખમ સાથે હાલાકી ભોગવી રહ્યાં છે.

બીલીમોરા ડેપો મેનેજરની આડાઈને કારણે વોચમેન નહીં મુકતા એસ.ટી.બસના ચાલકો અને કન્ડક્ટર સહિત મુસાફરો હાલાકી ભોગવી રહ્યાં છે. વહેલી તકે રાત્રિના સમય વોચમેનની નિમણુંક કરી પડતી હાલાકી દૂર કરે એવી મુસાફર જનતામાં માંગ ઉઠી છે.

મુસાફરોની સુરક્ષા સામે સવાલ
વાંસદા એસ.ટી.ડેપોમાં વોચમેન નહીં હોવાથી મોડી રાત્રે લાઈટ શરૂ કરવા માટે કોઈ નહીં રહેતા રાત્રિના સમયે અંધારપટ છવાય જાય છે. જેને લઈ મુસાફરોની સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે. -ચીમનભાઈ પટેલ, અગ્રણી, વાંસદા

અન્ય સમાચારો પણ છે...