તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંધેર વહીવટ:વાંસદાના કુકડા ગામે પંચાયતે 14મા નાણાંપંચમાં રોડ ન બનાવી માત્ર બોર્ડ જ મૂકી દેખાડો કરતા રોષ

વાંસદા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જે વ્યક્તિ વિસ્તારમાં રહેતી જ નથી તેના નામે બોર્ડ મૂકી દઇ ઉઠાં ભણાવાયા

વાંસદા તાલુકાના કુકડા ગામે 14મા નાણાંપંચ વર્ષ 2019-20મા પટેલ ફળિયાનો રસ્તો બન્યો જ નથી અને ત્યાં બોર્ડ મૂકી ગ્રાન્ટ વાપરી નાંખ્યાનો આક્ષેપ ગામના જ અગ્રણીએ કર્યો હતો. જેમાં બોર્ડ પર લખેલા નામના લોકો તો બીજા વિસ્તારમાં રહે છે.

વાંસદા તાલુકાના કુકડા ગામના પટેલ ફળિયામાં 14મા નાણાંપંચ અંતર્ગત વર્ષ 2019-20માં આ રસ્તો બનાવ્યાનું બોર્ડ મારેલું છે. આ બોર્ડ પર ગામના જે લોકોના નામ લખેલા છે એે મોહનભાઇ રૂમશીભાઇના ઘર તરફથી સુરેશભાઈના ઘર તરફ જતો રસ્તો પરંતુ આ નામવાળા લોકો તો આ વિસ્તારમાં રહેતા જ નથી. આ રસ્તા પર ડામર તો દૂર રહ્યો કપચી પણ નંખાઈ નથી. જેને લઈ આ રસ્તાની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું માલુમ પડતા આજ વિસ્તારમાં રહેતા ઈશ્વરભાઈ ભગાભાઈ પટેલ (રહે. દેસાઈ ફળિયા, કુકડા)એ આ રસ્તાની ગ્રાન્ટ ક્યાં વપરાઈ છે તેની તપાસ માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકોને ગેરમાર્ગે દોરતું બોર્ડ હટાવી લઇ હકીકતથી લોકોને તંત્રએ વાકેફ કરવા જોઇએ અને જવાબદારો સામે કાર્યવાહી કરી સરકારના કામકાજમાં દાખલો બેસે તેવો પ્રયાસ થવો જોઇએ.

ગેરમાર્ગે દોરતું બોર્ડ મૂકતા પહેલા ચકાસણી કરાવી જોઇતી હતી
આ પટેલ ફળિયાનો રસ્તો છેલ્લા કેટલાક વર્ષોથી બન્યો નથી. આ રસ્તા પર ગ્રામ પંચાયત દ્વારા બોર્ડ મુકાયું છે અને જે નામ લખેલા છે તે લોકો તો આ રસ્તા પર રહેતા નથી એની તપાસ થવી જોઈએ. લોકોને ગેરમાર્ગે દોરતું બોર્ડ મૂકનાર જે તે ડિર્પાટમેન્ટના અધિકારીએ પણ પહેલા ચકાસણી કરવી જોઇતી હતી. ઉપરાંત રસ્તો બન્યો નથી તો પાકો રસ્તો બનાવી લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવાની પ્રક્રિયા હાથ ધરવી જોઇએ. > ઈશ્વરભાઈ પટેલ, અગ્રણી, કુકડા

અન્ય સમાચારો પણ છે...