આક્રોશ:દાહોદથી આહવા જતી બસ કંડક્ટરવિહીન દોડાવતા ડેપોના અિધકારી સામે આક્રોશ

વાંસદા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દાહોદથી આહવાના કંડકટરને સોમવારે સવારે 7 વાગે ડેપો મેનેજર જગદીશ ગામીતના મેળાપીપણામાં વાંસદામાં ઉતારી પાડી અને આહવાથી દાહોદ જતી બસ સવારે 5 કલાકે કંડક્ટર વિના ઉપાડી હતી. આ બસનો કંડક્ટર બેજ નં. 16921 વાંસદા ઉતરી ગયેલા તે કંડક્ટરની નોકરી મૂકી હતી. જેથી બસ 50 કિ.મી. સુધી કંડક્ટર વગર આહવા ડેપો ગઈ અને ફરી દાહોદ જવા વાંસદા સુધી કંડક્ટર વગર એકલો ડ્રાઇવર લાવ્યો હતો.

બસ નં 7092 વાંસદા ડેપોમાં આવી હતી અને વાંસદા કંડક્ટરને ઉતારી બસ ડ્રાઈવર બેજ નં.1223 રોકડ હિસાબ અને ટિકિટ મશીન લઈ એકલો જોખમી રીતે ગયો હતો. ઉતરી ગયેલ કંડક્ટર ફરી દાહોદ જતી બસમાં ફરજ પર ચડ્યો હતો. આહવા ડેપોનાં મેનેજરના અણઘડ વહીવટને પગલે વાંસદાથી આહવા જતા અને આહવાથી વાંસદા આવતા નોકરીયાતો વિદ્યાર્થીઓ અને મુસાફરો અટવાયા હતા તેમજ એસ.ટી નિગમને પણ બન્ને તરફની આવક ગુમાવવી પડી હતી. શું કંડકટર વગર એક્સપ્રેસ દોડાવવાની મેનેજરને સતા છે ? કંડક્ટર વિનાની બસને અકસ્માત સર્જાયો હોત તો કોણ જવાબદાર ? એવા સવાલો ઉભા થયા છે.

આહવા-ખેરગામ-વલસાડનું 3 રૂપિયા ભાડુ વધાર્યું
વર્ષોથી સીધી દોડતી આહવા-ખેરગામ, વલસાડ છીપવાડ થઈ આવજા કરતી હતી. સીએનજી બસ હોય તો વાયા ધરમપુર ચોકડી દોડતી પણ બસ ભાડું રૂ. 18 જ લેવાતુ પરંતુ ડેપો મેનેજર જગદીશે વલસાડ ડેપોની ખેરગામ તરફની તમામ બસ છીપવાડ થઈ હજુ પણ દોડે છે ત્યારે કોઈની પણ માંગ વિના બસ ધરાર ધરમપુર ચોકડી થઈ દોડાવી રૂ. 3 ભાડુ વધારી મુસાફરોને અન્યાય કર્યો છે.

વાંસદાથી બીજો કંડક્ટર મુકાયો
દાહોદથી આહવા જતી એસ.ટી.બસમાં વાંસદાથી બીજો કંડક્ટર બસ લઈને આહવા આવ્યો હતો અને મુસાફરોને ટિકિટ પણ આપી હતી. >જગદીશભાઈ ગામીત, મેનેજર, આહવા ડેપો

જાગૃત પ્રવાસીઓની રજૂઆતને પણ તંત્રએ ગણકારી નહીં
વલસાડ ધરમપુર રેલવે ઓવરબ્રિજના વિસ્તૃતિકરણ વખતે એક માસ વાહન વ્યવહાર બંધ કરાયો હતો ત્યારે પણ સ્લીપર સિવાયની તમામ બસો ગુંદલાવ ચોકડી છીપવાડ થઈ વલસાડ આવ જાવ કરતી હતી. જ્યારે આહવા ડેપો મેનેજરે આ બસ વાયા કુંડી ફાટક થઈને દોડાવી બેથી ત્રણ લિટર ડીઝલ વધુ બાળ્યું હતું. જાગૃત પ્રવાસીઓએ રજૂઆત કરતા ભાડું ઘટાડી રૂ. 18મા થોડા દિવસ વાયા છીપવાડ દોડાવી હતી અને ફરી રેલવે ઓવરબ્રિજ ચાલુ થતા વાયા ધરમપુર ચોકડી ધરાર દોડાવવાનું ચાલુ કર્યું. વાયા છીપવાડ થઈને દોડાવવાના બદલે શા માટે નિગમનું વધુ ડીઝલ બાળી ખોટ વધારી તેની વિભાગીય નિયામક તપાસ કરે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...