તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:વાંસદા તાલુકાના કેલીયા ડેમમાં નહાવા પડેલા 5 મિત્ર પૈકી એક પાણીમાં ગરક

વાંસદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લીમઝર ગામથી સહેલગાહે આવેલા યુવાનો સાથે બનેલી દુર્ઘટના
  • સ્થાનિકો, નવસારી-ગણદેવીની ડિઝાસ્ટર ટીમની શોધખોળ

વાંસદાના લીમઝર ગામના 5 મિત્ર લીમઝર તરફથી કેલીયા ડેમમાં જઈ નાહવા પડ્યાં હતા. દરમિયાન એક જણ ઊંડા પાણીમાં ગરક થતા સ્થાનિક તરવૈયા તેમજ નવસારી સહિત ગણદેવીની ડિઝાસ્ટર ટીમે શોધખોળ કરવા યુવાનનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ લખાય છે ત્યાં સુધી યુવાનનો પત્તો લાગ્યો ન હતો. આ વાતની ખબર પડતાં વાંસદા પ્રાંત અધિકારી અને મામલતદાર ઘટનાસ્થળે પહોંચી શોધખોળ માટે પ્રયાસ હાથ ધર્યા હતા.

વાંસદા તાલુકાના કેલીયા ડેમમાં લીમઝર તરફથી સોમવારે સાંજે અંદાજિત 4 કલાકે 5 મિત્ર કેલીયા ડેમમાં નાહવા ઉતર્યા હતા. તે પૈકી મીત ગોવિંદભાઇ ખોટરિયા (ઉ.વ. 20, રહે. તાનુપાડા ફળિયા, લીમઝર) ઊંડા પાણીમાં ગરક થઈ જતા બીજા મિત્રો બહાર નીકળી ગયા હતા. આ વાતની ખબર ગામમાં પડતા પ્રથમ સ્થાનિક તરવૈયાઓ શોધખોળ કરી હતી પરંતુ પત્તો નહીં લાગ્યો હતો. ઘટનાસ્થળે વાંસદા પ્રાંત અધિકારી આર.સી.પટેલ તથા ઈનચાર્જ મામલતદાર મોદીએ ઘટનાસ્થળે પહોંચી ચર્ચા કરી યુવાનનો પતો નહીં લાગતા નવસારી અને ગણદેવીની ડિઝાસ્ટર ટીમને બોલાવી હતી.

તેઓએ શોધખોળ શરૂ કરી હતી પરંતુ આ લખાય છે ત્યાં સુધી ડૂબી ગયેલ મીતનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ ઘટનાની આજુબાજુના વિસ્તારના લોકોને જાણ થતા લોકો કેલીયા ડેમ પર ઉમટી પડ્યાં હતા. આ બનાવની જાણ વાંસદા પોલીસને કરતા ઘટનાસ્થળે ધસી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...