NRIની દરિયાદિલી:નવસારીના વાંસદામાં જર્જરિત મકાનમાં રહેતા પરિવારને નવા ઘરની ભેટ ધરી

વાંસદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જૂના ઘરની તસવીર. - Divya Bhaskar
જૂના ઘરની તસવીર.
  • વાંસદાના ગાંધીનગર ફળિયામાં સરકારે જે નહીં કર્યું તે એનઆરઆઇ દાતાએ કરી બતાવ્યું

વાંસદામાં ગાંધીનગર ફળિયામાં રહેતા સુરદાસભાઈ તેમની વિધવા વહુ અને પૌત્રી સાથે જર્જરિત મકાનમાં રહેતા હતા. જે સ્થાનિક આગેવાન અને દાતા (યુએસએ)ને ધ્યાન પર આવતા તેમણે નવું સુવિધાવાળું મકાન બનાવી આપ્યું હતું. તેમને નવા ઘરમાં પ્રવેશ કરાવતા પરિવારમાં ખુશીનો માહોલ ફેલાયો હતો.

NRI દાતા દ્વારા બનાવાયેલા નવા ઘરની તસવીર
NRI દાતા દ્વારા બનાવાયેલા નવા ઘરની તસવીર

નવું પાકુ મકાન બનાવી આપ્યું ​​​​​​
વાંસદાના ગાંધીનગર ફળિયામાં રહેતા સુરદાસ સુમનભાઈ પારેખ તેમની વિધવા વહુ અને પૌત્રી અતિ જર્જરિત મકાનમાં રહેતા હતા. આ બાબત પ્રકાશભાઈ નાયક અને કમલેશભાઈ કેવટને ધ્યાન પર આવી હતી. તેઓની રજૂઆતને ધ્યાનમાં લઇ એનઆરઆઈ દાતા અશોકભાઈ (USA)એ પારેખ પરિવારને સુવિધાસભરવાળુ નવું પાકુ મકાન બનાવી આપ્યું હતું.

NRI દાતા
NRI દાતા

શિવેન્દ્રસિંહ સોલંકીના હસ્તે તેનું ઉદઘાટન
સોમવારે જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા શિવેન્દ્રસિંહ સોલંકીના હસ્તે તેનું ઉદઘાટન કરી નૂતન ગૃહપ્રવેશ કરાવી પ્રકાશભાઈ નાયકના હસ્તે ઘરની ચાવી પારેખ પરિવારને અર્પણ કરાઈ હતી. આ નવા ગૃહપ્રવેશ દરમિયાન પરિજનોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો.

કમલેશભાઈ કેવટ અને રમેશભાઈએ જહેમત ઉઠાવી
ઘરમાલિક સુમનભાઈ પારેખે જણાવ્યું હતું કે ભગવાન આવી સેવા કરવાની સૌને શક્તિ આપે એવી પ્રાર્થના કરી આભાર માન્યો હતો. આ નવા મકાનના બાંધકામની દેખરેખ માટે કમલેશભાઈ કેવટ અને રમેશભાઈએ જહેમત ઉઠાવી હતી. આ ગૃહ પ્રવેશ પ્રસંગે ઉપસરપંચ હેમાબેન શર્મા, વિરલભાઈ વ્યાસ, મહેશ કુર્મી, પ્રધ્યુમનસિંહ સોલંકી, નટુભાઈ પાંચાલ, રાકેશ શર્મા,સંજય બિરારી ધર્મેન્દ્રસિંહ સોલંકી, રાજુભાઇ મોહિતે સહિત ગામના આગેવાનો હાજર રહ્યાં હતા.