રજૂઆત:નવસારી જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતાની કલેક્ટરને રજૂઆત, કહ્યું, યુક્રેન સ્થિત છાત્રોને પરત લાવો

વાંસદા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડાંગ સાંસદ અને નવસારી કલેકટરને રજૂઆત

વાંસદાના યુવાનોને યુક્રેનથી પરત લાવવા શાસક પક્ષના નેતાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી.વાંસદાના રિઝવાન અન્સારી, યુવરાજસિંહ ચાવડા, અબ્દુલ સાહિદ અબ્દુલરાઉફ શેખ આ ત્રણે વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયેલા છે. જેથી તેઓના વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તેમણે નવસારી જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા શિવેન્દ્રસિંહ સોલંકીને મળી રજૂઆત કરી હતી.

આ અંગે શિવેન્દ્રસિંહ સોલંકીએ વલસાડ-ડાંગ સાંસદ ડો. કે.સી. પટેલ તથા નવસારી કલેક્ટરનો સંપર્ક કર્યો હતો અને વિદ્યાર્થીઓને ભારત પરત લાવવા ચર્ચા કરી હતી. વલસાડ-ડાંગ સાંસદ ડો. કે.સી. પટેલે વાલીઓને સાંત્વના આપતા જણાવ્યું હતું કે, વિદેશ મંત્રાલયના સતત સંપર્કમાં છું અને તમામ વિદ્યાર્થીઓને ભારત સહીસલામત લાવવાની જવાબદારી સરકારની છે, જેથી કોઈ વાલીઓએ ચિંતા કરવાની જરૂરત નથી, ભારત સરકાર વિદ્યાર્થીઓ અને વાલીઓના પડખે છે.

અન્ય સમાચારો પણ છે...